Loading alternative title

વડોદરા

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મિટીંગ તોફાની બની, ખેડૂતોએ કર્યો હોબાળો

  • alternative title
  • alternative title

  25-04-2018   447

વડોદરાઃ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન મુદ્દે આજે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે બીજી સ્ટેકહોલ્ડર પરામર્શ બેઠક મળી હતી. જેમાં બુલેટ ટ્રેનની માહિતી આપવા માટે ગ્રામસભાનો નહીં યોજવા બાબતે ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો. પ્રોજેક્ટમાં જમીનના વળતર બાબતે મિટીંગ તોફાની બની હતી.

 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મિટીંગ તોફાની બની, ખેડૂતોએ કર્યો હોબાળો

 

વડોદરાના સર સયાજી નગરગૃહ ખાતે નેશનલ હાઈ સ્પિડ રેલ કોર્પોરેશન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વડોદરા તાલુકો, પાદરા તાલુકા અને કરજણ તાલુકાના ગામના અસરગ્રસ્ત ખેડુતો હાજર રહ્યા હતા. કંપની સંચાલકો દ્વારા મિટીંગ કહેવામાં આવ્યુ હતુ કે, સમયે સમયે ગામડાઓમાં ગ્રામસભા બોલાવીને ખેડૂતો બુલેટ ટ્રેન બાબતે માહિતી આપવામાં આવે છે. આ વાત સાંભળતા જ ખેડૂતો રોષે ભરાયા હતા. અને ગામડાઓમાં ક્યાંય ગ્રામસભા યોજવામાં ન આવી હોવાની રજૂઆત કરી હતી. જેને પગલે મિટીંગમાં હોબાળો મચી ગયો હતો. એક સમયે સભા તોફાની બની ગઇ હતી. જેથી સભા રોકવાની ફરજ પડી હતી પરંતુ થોડીવારમાં ફરીથી સભા શરૂ થઇ ગઇ હતી.

 

ખેડૂતોએ મિટીંગમાં આ માંગણીઓ રજૂ કરી

 

-ગુજરાત-મહારાષ્ટ્રમાં જમીન સંપાદન થનારા ખેડૂત પરિવારોને નોકરી આપવામાં આવે
-જંત્રી રિવાઇઝ કરીને જ જમીન સંપાદન કરવામાં આવે
-દરેક સ્તરે કેટલુ વળતર ચૂકવવામાં આવશે સ્પષ્ટતા કરવામાં આવે.

  • વડોદરા કોર્ટ માં જજ ની સામે કોન્સ્ટેબલ ને આવ્યું એટેક 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title