Loading alternative title

વડોદરા

વડોદરાઃ 2654 કરોડનું લોન કૌભાંડ, અમિત ભટનાગરને ત્યાં EDનાં દરોડા

  • alternative title
  • alternative title

  25-04-2018   480

વડોદરાઃ સીબીઆઇ બાદ હવે EDએ 2654 કરોડની લોન કૌભાંડના મામલે ડાયમંડ પાવર કંપની અને અમિત ભાટનાગરના નિવાસસ્થાન સહિતના સ્થળોએ દરોડા પાડ્યા છે. ગત ગુરૂવારે જ ડાયમંડ પાવરના એમ.ડી અને જોઇન્ટ એમ.ડી સામે ગુનો નોંધી સંચાલક અમિત ભટનાગરને ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે હવે EDએ દરોડા પાડતા અમિત ભટનાગર પર વધુ સંકજો કસાયો છે.

 

2654 કરોડનું લોન કૌભાંડમાં અમિત ભટનાગરને ત્યાં EDનાં દરોડા

 

ડાયમંડ પાવર કંપનીના સંચાલકો દ્વારા 2008થી 11 બૅન્કો (જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર) ના કન્સોર્ટિયમમાંથી છેતરપિંડીથી ફાયદો ઉઠાવી લેવામાં આવ્યો હતો. કંપની અને તેના ડિરેક્ટરોએ કથિત રીતે કન્સોર્ટિયમ દ્વારા ક્રેડિટ સીમાના પ્રારંભિક મંજૂરીના સમયે આરબીઆઇની ડિફોલ્ટર્સ લિસ્ટ અને ઇસીજીસી સેશન્સ લિસ્ટમાં પહેલેથી જ હોવા છતાં ટર્મ લોન અને ક્રેડિટ સવલતો મેળવી હતી. આ મામલે વડોદરા શહેરના ઉદ્યોગપતિ અમિત ભટનાગરની કંપની અને તેના વૈભવી નિવાસ સ્થાને ED તપાસ કરી હતી. કંપનીની ગોરવા બીઆઇડીસીમાં આવેલી ઓફિસ અને સેવાસીમાં આવેલ અમિત ભટનાગરના રહેણાકના સ્થળ સહિત ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા.

  •  વડોદરાઃ માણેજા વિસ્તારમાં બે બાઈક વચ્ચે વિચિત્ર અકસ્માત, યુવાનનું મોત વડોદરા કોર્ટ માં જજ ની સામે કોન્સ્ટેબલ ને આવ્યું એટેક 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title