Loading alternative title

અજબ - GAJAB

H1-B વિઝાની આ સુવિધા થશે બંધ, 70 હજાર ભારતીયોની નોકરીને જોખમ

  • alternative title
  • alternative title

  25-04-2018   516

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ ગવર્મેન્ટ H1-B વિઝા ધારકોના જીવનસાથી માટે વર્ક પરમિટને સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનો અર્થ એ થયો કે જો પતિ પાસે એચ1-બી વિઝા છે, તો પત્નીને પણ કામ કરવાની પરવાનગી નહીં મળે. આ પ્રકારે પત્નીની પાસે વિઝા હશે તો પતિને વર્ક પરમિટ નહીં મળે. ફેડરલ એજન્સીના ઉચ્ચ અધિકારીએ આપેલી જાણકારી અનુસાર, આ નિર્ણયથી હજારો ભારતીયોને અસર પડશે. બરાક ઓબામાના કાર્યકાળમાં લેવાયેલા પતિ-પત્નીને વર્ક પરમિટના આ નિર્ણયને ખતમ કરવાથી 70,000થી વધુ H-4 વિઝાધારકોને અસર થશે. ઉલ્લેખનીય છે કે, ઓબામા ગવર્મેન્ટના સમયે H-1B વિઝા હોલ્ડર્સના પાર્ટનર્સને પણ અમેરિકામાં વર્ક પરમિટ આપવા માટે 70 હજારથી વધુ H-4 વિઝા આપવામાં આવ્યા હતા.


શું છે H-4 અને H1-B વિઝા?


- એચ-4 વિઝા એચ1-બી વિઝાધારકના જીવનસાથીને આપવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભારતીય સ્કિલ્ડ પ્રોફેશનલ્સ છે. તેઓને અહીં વર્ક અથવા વર્ક પરમિટ ઓબામા પ્રશાસનના કાર્યકાળમાં વિશેષ આદેશ હેઠળ મળી હતી. 
- આ જોગવાઇનો સૌથી વધુ ફાયદો ભારતીય- અમેરિકનને મળ્યો હતો. એક લાખથી વધુ એચ-4 વિઝા ધારકોને આ નિયમનો લાભ મળી ચૂક્યો છે. 
- ઓબામાની સરકાર સમયે 2015ના નિયમ અનુસાર, એચ1-બી વિઝા ધારકોના જીવનસાથીઓને વર્ક પરમિટની અનુમતિ આપવામાં આવી હતી, નહીં તો તેઓ કોઇ નોકરી ના કરી શકે. તેનો બીજો રસ્તો એ છે કે, એચ1-બી વિઝા હોલ્ડર્સ અહીં પીઆરની અરજી કરી શકે છે.


આગામી દિવસોમાં થશે જાહેરાત


- પીઆર અરજીમાં એક દાયકા અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે. એવામાં ઓબામા પ્રશાસનના આ નિયમમાંથી એવા એચ1-બી વિઝા હોલ્ડર્સને ફાયદો થયો હતો, જેઓના જીવનસાથી પણ અમેરિકામાં નોકરી કરવા ઇચ્છે છે. 
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ જોગવાઇને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી મહિનામાં આ વિશે ઔપચારિક જાહેરાત થઇ શકે છે. 
- અમેરિકન સિટિઝનશિપ એન્ડ એડમિનિસ્ટ્રેશન સર્વિસ (યુએસસીઆઇએસ)ના ડાયરેક્ટર ફ્રાન્સિસ સિસનાએ સેનેટર ચક ગ્રાસલેને પત્ર લખીને આ જાણકારી આપી છે. 
- ઇમિગ્રેશન પોલીસી ઇન્સ્ટિટ્યૂટની લેટેસ્ટ સ્ટડી અનુસાર, અમેરિકાએ એચ1-બી વિઝા હોલ્ડર્સના 71,000 જીવનસાથીઓને રોજગારની અનુમતિ આપી છે. જેમાંથી 90 ટકાથી વધુ ભારતીયો છે.

  • મહાભારતમાં 1 અરબ 66 કરોડ યોદ્ધાઓ પામ્યા હતા મૃત્યુ, જાણો શું થયું આ શબનું? 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title