Loading alternative title

વાપી

વાપીઃ 72 વર્ષિય દેસાઈ પરિવારના મોભીને દીકરીએ આપ્યો અગ્નિદાહ

 • alternative title
 • alternative title
 • alternative title

  19-05-2018   528

વાપી :- હિન્દુ સમાજમાં મહિલાઓ સ્મશાને જતી નથી. પુરૂષો જ અંતિમક્રિયામાં ભાગ લેતાં હોય છે. ત્યારે જવલ્લેજ બનતી ઘટના વાપી નજીકના પંડોર ગામે બની હતી. પંડોરમાં એકની એક પુત્રીએ પોતાના સ્વર્ગવાસી પિતાને અગ્નિદાહ આપી પુત્રીએ પુત્ર બની ફરજ નિભાવી હતી.

દેસાઈ પરિવારના મોભીનું લાંબી માંદગી બાદ થયું હતુ નિધન

 

વાપી નજીક આવેલા પંડોર ગામે રહેતા રમેશભાઇ મીઠાભાઇ દેસાઇનું લાંબી માંદગી બાદ શુક્રવારે નિધન થયુ હતું. સાંજે ૬ વાગ્યે સ્વર્ગે સિધાવનાર રમેશભાઇ મીઠાભાઇ દેસાઇની ૭૨ વર્ષની ઉમર હતી. અને સંતાનમાં તેમને માત્ર શ્વેતા દેસાઇ નામની પુત્રી જ છે. પિતાનુ નિધન થતા શ્વેતાના માથે જાણે વ્રજઘાત થયો હોય તેવો અનુભવ કર્યો હતો. જો કે, તેણીએ હિંમત રાખીને પિતાને કાંધ આપવાની સાથે અંતિમવિધિ પણ કરી હતી.

પુત્રીએ પિતાની અર્થીને આપી કાંધ 

 

જો કે તેમના કુટુંબીજનોએ તેને સધિયારો આપ્યો હતો અને પિતાના  હિન્દુ રીતરિવાજ મુજબ અગ્નિદાહ માટેની તૈયારીઓ આરંભી હતી જે બાદ સ્વર્ગસ્થ રમેશભાઇની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. તેમના પાર્થિવ દેહને પરિયા સ્મશાન ખાતે લવાયો હતો. જ્યાં પુત્રી શ્વેતાના હસ્તે પિતાના પાર્થિવદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો. 

પિતાને પુત્રીએ આપી મુખાગ્નિ

 

ઉલ્લેખનીય છે કે હિન્દુ રિત રિવાજ મુજબ પિતાને પુત્ર દ્વારા અગ્નિસંસ્કાર આપવાનો ઉલ્લેખ હિન્દુ શાસ્ત્રોમાં કરાયો છે પરંતુ હવે બદલાયેલી સામાજિક ભાવના મુજબ ક્યારેક આ હક પુત્રીઓ પણ નિભાવે છે અને પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપે છે.

 • વલસાડ અકસ્માતમાં સુરતના બેના મોત, યુવકના લગ્ન આઠ માહિના પહેલાં જ થયા હતા 

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title