Loading alternative title

વાપી

સેલવાસઃ મંદબુદ્ધિની યુવતી પર દુષ્કર્મ ગુજારી નાસી જનાર આરોપી ઝડપાયો

alternative title
  19-05-2018   458

સુરતઃ દાદરા નગર હવેલીના મસાટ ગામના એક યુવકે મંદબુદ્ધિ યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દુષ્કર્મ બાદ ઘાયલ યુવતીને રખોલી ખાતે રોડ પર છોડી યુવક ફરાર થઇ ગયો હતો. સેલવાસ પોલીસે આરોપી યુવકને નડિયાદથી પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

હોટલમાં લઈ જઈ આચર્યુ દુષ્કર્મ

 

પ્રાપ્ત વિગત મુજબ દાનહના મસાટ ગામના અશોકભાઈની ચાલમાં રહેતો મૂળ નિવાસી યુપીનો ગિરીશ રવિપ્રકાશ શર્મા ઉ.વ.26 જે ડ્રાયવિંગનું કામ કરતો હતો. એ મોરખલની એક થોડી મંદબુદ્ધિ યુવતી ઉંમર વર્ષ 30ને ફોસલાવી કોઈ વાહનમાં બેસાડી સેલવાસથી ખાનવેલની એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં ગિરીશે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને પરત સેલવાસ તરફ લાવતી વખતે એની તબિયત બગડતા યુવતીને રખોલી નજીક ઉતારી આરોપી ગિરીશ ફરાર થઇ ગયો હતો.

નડિયાદથી આરોપીને ઝડપી લેવાયો

 

કેટલાક લોકોએ યુવતી લોહીથી ખરડાયેલી જોતા 108 ને ફોન કરી સારવાર માટે સેલવાસ સિવિલ ખાતે ખસેડી હતી. જ્યાં તબીબો દ્વારા તપાસ કરતા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી યુવતીની સાથે વાતચીત કરી જાણકારી મેળવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જોકે યુવતીને આરોપીનું નામ શુઘ્ધા ખબર નહોતું. જે હોટલમાં યુવતીને લઇ ગયો હતો ત્યાંથી મળેલી વિગતના આધારે શોધખોળ કરી આરોપી ગિરીશ શર્માને પોલીસની એક ટીમે નડિયાદ નજીકથી ઝડપી પાડયો હતો. જેને સેલવાસ લાવી મેડિકલ કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

  •  વાપીઃ 72 વર્ષિય દેસાઈ પરિવારના મોભીને દીકરીએ આપ્યો અગ્નિદાહ વલસાડ અકસ્માતમાં સુરતના બેના મોત, યુવકના લગ્ન આઠ માહિના પહેલાં જ થયા હતા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title