Loading alternative title

અજબ - GAJAB

ઘટોત્કચના રાથમાં જોડાયા‘તા 100 ઘોડા, આ કામ માટે પાંડવોએ લંકા મોકલ્યો હતો

alternative title
  23-05-2018   393

મહાભારતમાં એવા અનેક પાત્ર છે, જેના વિશે લોકો ઓછું જ જાણે છે. એવું જ એક પાત્ર છે ભીમના પુત્ર ઘટોત્કચ. મોટાભાગના લોકો એ જાણે છે કે ઘટોત્કચ ભીમ અને હિડિંબા સાથેજોડાયેલી અનેક રોચક વાતો છે જે ખૂબ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને ઘટોત્કચ સાથે જોડાયેલી રોચક વાતો બતાવી રહ્યા છે જે આ પ્રકારે છે-

આવો હતો ઘટોત્કચનો રથ-

મહાભારતના દ્રોણપર્વ પ્રમાણે ઘટોત્કચના રથ પર જે ઝંડો હતો, તેની પર માંસ ખાનાર ગીધ જોવા મળતો હતો. તેના રથમાં આઠ પૈડા લાગેલા હતા અને ચાલતી વખતે તે વાદળોની સમાન ગંભીર અવાજ કરતો હતો. સો બળવાન ઘોડા જોડાયેલાં હતા. તે ઘોડાઓના ખભાઓ પર લાંબા-લાંબા વાળ હતા, તેમની આંખો લાલ હતી. ઘટોત્કચનો રથ રીંછની ખાલથી મઢેલો હતો. તે રથમાં બધા પ્રકારના અસ્ત્ર-શસ્ત્ર રાખેલા હતા. વિરુપાક્ષ નામનો રાક્ષસ તેના રથનો સારથિ હતો.

લંકામાં ગયો હતો ઘટોત્કચઃ-

મહાભારતના દિગ્વિજય પર્વમાં બતાવ્યા પ્રમાણે જ્યારેં રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું તો ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ અલગ-અલગ દિશાઓમાં નિવાસ કરતા રાજાઓ પાસેથી કર(ટેક્સ) લેવા મોકલ્યા. કેટલાક રાજાઓ આસાનીથી કર આપી દીધો તો કેટલાક યુદ્ધ પછી કર આપવા માટે રાજી થયા હતા

આ ક્રમમાં સહદેવે ઘટોત્કચને લંકા જઈે રાજા વિભીષણ પાસેથી કર લઈ આવવાનું કહ્યું. ઘટોત્કચ પોતાની માટાવી શક્તિથી તરત જ લંકા પહોંચી ગયો. ત્યાં જઈને તેને રાજા વિભિષણને પોતાનો પરિચય આપ્યો અને આવવાનું કારણ બતાવ્યું. ઘટોત્કચની વાત સાંભળીને વિભીષણે પ્રસન્ન થયા અને તેમને કરના રૂપમાં ખૂબ ધન આપીને લંકાથી વિદાઈ કર્યો.

  •  H1-B વિઝાની આ સુવિધા થશે બંધ, 70 હજાર ભારતીયોની નોકરીને જોખમ મહાભારતમાં 1 અરબ 66 કરોડ યોદ્ધાઓ પામ્યા હતા મૃત્યુ, જાણો શું થયું આ શબનું? 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title