Loading alternative title

રાજકોટ

રાજકોટમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ, પર્યાવરણને અનુલક્ષી લેવાયો નિર્ણય

alternative title
  05-06-2018   474

પર્યાવરણ દિનની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગર પાલિકાએ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીના પાઉચ વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પાઉચ જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ પર મનસ્વી રીતે અને બેજવાબદારીથી ફેંકી દેવામાં આવે છે. આ ખાલી પાઉચ શહેરની ડ્રેનેજ લાઇનમાં અને પાણીની લાઇનમાં ફસાઇ જઇને પાણીનો નિકાલ રોકી દે છે. જે ધ્યાને રાખી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ધી બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 376-એ હેઠળ મળેલી સત્તા મુજબ 48 જાહેર માર્ગો, મનપાના બાગ-બગીચાઓ તથા તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચનું વેચાણ થતા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કલમ 376-એ હેઠળ તેમજ અન્ય જોગવાઇઓ હેઠળ પગલાં લેવામાં આવશે અને જરૂર જણાયે સીઆરપીસીની કલમ 133 હેઠળ જાહેર ન્યૂસન્સ ઊભું કરવા માટે ફોજદારી કાર્યવાહી કરાશે.

 

રાજકોટમાં રોજના બેથી સવા બે લાખ પાણીના પાઉચનું વેચાણ થાય છે


જાહેર સ્થળે સૌથી વધુ પ્રમાણમાં પાઉચમાં પાણી વેચાતું હોય છે આથી રાજકોટ મ્યુ.કમિશનરે રાજકોટ શહેરના 48 રાજમાર્ગો, તમામ સરકારી કચેરીઓ, મહાનગર પાલિકા હસ્તકના બાગ-બગીચામાં પાણીના પાઉચ વેચી નહીં શકાય. સામાન્ય રીતે રાજકોટ શહેરમાં અંદાજે બેથી સવા બે લાખ પાણીના પાઉચ વેચાતા હોય છે. જ્યારે ઉનાળામાં આ આંકડો વધીને 3 લાખ સુધી પહોંચી જાય છે.

  •  કચરો ઉપાડવાના મુદ્દે બોલાચાલી કરી યુવાન ને માર મારતો વિડીયો સોસ્યલ મીડિયા માં વાયરલ

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title