Loading alternative title

અજબ - GAJAB

મહાભારતમાં 1 અરબ 66 કરોડ યોદ્ધાઓ પામ્યા હતા મૃત્યુ, જાણો શું થયું આ શબનું?

 • alternative title
 • alternative title
 • alternative title
 • alternative title

  05-06-2018   638

મહાભારત ની કથા જેટલી અનોખી છે એટલી જ વિચિત્ર પણ છે. આજે અમે તમને મહાભારતનું યુદ્ધ ખતમ થઈ ગયા પછીની કહાણી જણાવવા જઈ રહ્યા છીએ. આ વાત તો બધા જ જાણે છે કે કૌરવ પાંડવમાં જ્યારે યુદ્ધ થયું તો તેમાં કરોડો યોદ્ધા મરી ગયા, પરંતુ મૃત્યુ પછી તે યોદ્ધાઓનું શું થયું, આ ઘણાં ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તેના વિશે જણાવી દઈએ
 

આવું થયું યુદ્ધ ખતમ થઈ ગયા પછી

જ્યારે પાંડવોએ યુદ્ધ જીતી લીધું હતું તો તમામ પાંડવ શ્રીકૃષ્ણની સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવા પહોંચ્યાં. ત્યાં ધૃતરાષ્ટ્રે ભીમને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ કૃષ્ણની કોઠાસૂઝથી તેનો જીવ બચી ગયો. તેના પછી પાંડવ ગાંધારીને મળ્યો, તે પણ પાંડવો પર ક્રોધિત હતી, પરંતુ થોડી વારમાં તેનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. તેના પછી મહર્ષિ વેદવ્યાસના કહેવા પર યુધિષ્ઠિર બધાને સાથે લઈને કુરૂક્ષેત્ર ગયો. ત્યાં પહોંચીને ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને યુદ્ધમાં મૃત્યુ પામેલા તમામ યોદ્ધાઓની સંખ્યા પૂછી તો તેણે કહ્યું કે આ યુદ્ધમાં 1 અરબ 66 કરોડ 20 હજાર યોદ્ધા મૃત્યુ પામ્યાં છે. આ સિવાય 24 હજાર 165 યોદ્ધાઓની કોઈ માહિતી નથી.

 

યુધિષ્ઠિરે કરાવ્યાં બધાના અંતિમ સંસ્કાર

 

યુદ્ધમાં મૃત્યુ પામેલા યોદ્ધાઓ વિશે જાણીને ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને તે બધાના અંતિમ સંસ્કાર કરવા માટે કહ્યું. યુધિષ્ઠિરે કૌરવોના પુરોહિત સુધર્મા અને પોતાના પુરોહિત ધૌમ્યને તથા સંજય, વિદુર, યુયુત્યુ વગેરે લોકોને યુદ્ધમાં મૃત્યુ પામેલા તમામ યોદ્ધાઓના શાસ્ત્રોત અંતિમ સંસ્કાર કરવાની આજ્ઞા આપી. તેના પછી બધા ગંગા તટ પર પહોંચ્યાં અને મૃતકોને જળાંજલિ આપી.

 

 

 •  બાબા રામદેવ એ લોન્ચ કર્યું સ્વદેશી સીમકાર્ડ , જાણો શું છે ફાયદાઓ ??

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title