Loading alternative title

બારડોલી

બારડોલી અપહરણ: પિતાએ બાળકને નદીમાં જોયો, પોલીસ માનવા તૈયાર નથી

alternative title
  18-07-2018   195

પલસાણા તાલુકાના વણેસા ગામના નીસીત પટેલના અઢી વર્ષનો દીકરો નિવ પટેલનું બે રિક્ષામાં સવાર સાત હિન્દી ભાષી યુવાનો પિસ્તોલ અને ચપ્પુ બતાવી રસ્તામાંથી અપહરણ કરી ગયા હતાં. ત્યારબાદ નીસીત પટેલે કારમાં અપહરમકર્તાઓનો પીછો કરતાં બારડોલી મીંઢોળા નદીના પુલ પરતી કોથળા સાથે જ નીવ પટેલને પાણીમાં ફેંકી દીવામાં આવ્યો હોવાની પલસાણા પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંધાયો હતો. હવે પિતાએ બાળકને નદીમાં જોયાની વાત પોલીસને ગળે ઉતરતી નથી.

 

જેમાં અપહરણકર્તા ભાગ્યા બાદ નીસીત પટેલ કારમાંથી ઉતરી નદીમાં જોતા દીકરાનું મોઢું પણ જોયું હોવાનું પોલીસને નિવેદનમાં જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મંગળવારે એફએસએલ અધીકારીઓ અને ફાયરની ટીમ સાથે સાંજના સમયે પુલ પરથી નીવ પટેલને નાંખવા અંગેનુ રિકન્સ્ટ્રકશન કર્યુ હતું. જેમાં નિવ પટેલના ડમી ત્રણ અલગ અલગ કોથળા બનાવ્યા હતાં અને વારાફરતી ફેંકવામાં આવ્ય હતાં. જેમાં પાણીમાં કોથળો પડતાં પળવારમાં પુલ નીચે ખેંચાઈ જતો હોવાનું મળ્યું હતું.

 

જેથી નિસીત પટેલે પાણીમાં પુત્રનું મોઢું જોયું હોવાની વાતે પોલીસને ગળે ઉતરી ન હોવાનું જાણવા મળેલ છે. પોલીસ અધિકારીઓ પણ નીસીત પટેલની ફરિયાદમાં ઘણી બાબત બંધ બેસતી લાગતી ન હોવાનું જણાવી રહ્યાં છે. બીજા દિવસે પણ નિવ પટેલનું અપહરણ કર્યા બાદ જે રૂટ પરથી મીંઢોળા નદી સુધી અપહરણકર્તા આવ્યા હતાં, એટલા માર્ગ પરની સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની કામગીરી હાથ ધરી હતી.

 

જ્યારે સુરત અને બારડોલી ફાયર વિભાગની ટીમ સવારથી મીંઢોળા નદીના બોટથી શોધખોળ કરતાં મલેકપોર સુધી તપાસ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી નથી. બીજી તરફ પોલીસે સમાજના આગેવાન સાથે ગામના સીસીટીવી ફૂટેજ પણ ચેક કયા હતાં. જેમાં કારમાં નીસીત પટેલ દેખાય છે. જ્યારે કારમાં નીવ હોવા અંગેની પૂર્તતા થતી નથી.

 

સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી થઇ રહી છે

પલાસણા પીએસઆઈ જે. એસ. કંડોરિયાએ અપહરણ પ્રકરણમાં તપાસ ચાલુ છે. ફરિયાદમાં અમુક બાબત બંધ બેસતી ન હોવાથી જેની ચકાસણીની કામગીરી ચાલી રહી હોવાનું જણાવેલ છે. જ્યારે બારડોલી ડીવાયએસપી જગદીશ વસાવાએ ફરિયાદીની ફરિયાદ આધારે હાલ તો તપાસ ચાલે છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું.


નદીના પુલની નીચે કઇં પણ ફેેંકાયું નહોતું
બારડોલી મીંઢોળા નદીના પુલ પરથી અપહરણકર્તાઓએ નીવ પટેલને ફેંક્યો હોવાની વાતે પોલીસે પુલ નીચે હાજર ત્રણના નિવેદનો નોંધ્યા છે. જેમાં પાણીમાં આવું કંઈ પણ ન પડ્યું હોવા અંગે જણાવ્યું હતું.


  • Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title