Loading alternative title

ટોટકા - ઉપાયો

સુરતમાં ભાજપ મહિલા કોર્પોરેટરનો ભાઈ લાંચ લેતા ઝડપાતા 7 દિવસના રિમાન્ડ, પિતા ભાગેડુ જાહેર

alternative title
  24-08-2018   76

સુરતઃ સૈયદપુરમાં એક મકાનના બાંધકામ બાબતે લાંચ માગનાર બીજેપીના કોર્પોરેટરના ભાઈને ACB એ રંગેહાથ 55 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. બપોર બાદ કોર્પોરેટરના ભાઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવતાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. આ પ્રકરણમાં કોર્પોરેટરના પિતાને પોલીસે ભાગેડુ જાહેર કર્યા હતા.

55 હજારની લાંચ લેતા ઝડપાયો

બિલ્ડરની એક બાંધકામ સાઈટ પર હેરાનગતિ નહીં કરવા 75 હજારની માંગ કરાઈ હતી. ત્યારબાદ પહેલા હપ્તા માં 20 હજાર લીધા પછી બાકી નીકળતી 55 હજારની માંગણી કરતા એસીબીનું છટકું ગોઠવ્યું હતું. જેમાં 55 હજાર લેતા વોર્ડ નં. 11ના કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઈ વિકી ACBના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે નેન્સી સુમરાના પિતા મોહન સુમરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. 

ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડ્યું

ACB એ ફરિયાદ મળ્યા બાદ આખું ઓપરેશન મંગળવારની મોડી સાંજે ગુપ્ત રીતે પર પાડ્યું હતું. ACBએ વાયરલ થયેલી ઓડિયો ક્લિપના આધારે કોર્પોરેટરના પિતા સામે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનમાં બી.કે .વનાર પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે., તથા સ્ટાફના માણસો તેમજ સુપર વિઝનમાં એન.પી. ગોહિલ ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમે જવાબદારી નિભાવી હતી.

 

લાંચ પ્રકરણમાં ચોક્કસ તપાસ થશે

નીતિનભાઈ (ભાજપ પ્રમુખ, સુરત) એ જણાવ્યું હતું કે આવા તમામ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. પાર્ટી કોઈ રીતે આવા સમાજ સેવકો કે તેમના પરિવારને મદદ કરશે નહીં. આ લાંચ પ્રકરણમાં ચોક્કસ તપાસ થશે. અને જો કોર્પોરેટર નેન્સીનું પણ આમાં કોઈ ઇનવોલમેન્ટ હશે તો તેની સામે પણ પગલાં ભરાશે.


  • Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title