Loading alternative title

બ્રેકીંગ ન્યુઝ

પોલીસને હવે માત્ર 4 દિવસમાં પાસપોર્ટ વેરીફિકેશન કરવું પડશે

alternative title
  09-09-2018   111

અમદાવાદઃ નાગરિકોને ઝડપથી પાસપોર્ટ મળે તે માટે મુખ્યમંત્રી દ્વારા 4 જ દિવસમાં વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પોલીસતંત્રને આદેશ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલ 14 દિવસમાં વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવાનો નિયમ છે પરંતુ 10 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ પરિસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયાને કેવી રીતે ઝડપી બનાવી શકાય તે અંગેનાં સૂચનો મંગાવાયા છે.

હાલ 14 દિવસનો નિયમ છે પણ 10 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થાય છે

 

ગુરુવારે ગાંધીનગર સચિવાલય ખાતે કેન્દ્રના રાજ્યકક્ષાના વિદેશ મંત્રી એમ.જે. અકબરની ઉપસ્થિતિમાં સ્ટેટ આઉટરીચ કોન્ફરન્સ યોજાઇ હતી. સ્થાનિકો દ્વારા થતી હેરાનગતિ અટકાવવા, પાસપોર્ટ, ઇમીગ્રેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. બીજીતરફ ગુજરાતમાં નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાની જાહેરાત ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. હાલમાં રાજ્યમાં 19 સેન્ટર છે જે હવે 25 થશે.ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બારડોલી અને અમરેલીમાં નવા સેન્ટર શરૂ કરાશે.

 

લોકોને ઈ-માઇગ્રન્ટસ એપની તાલીમ અપાશે

 

ઇ-ગુજકોપ મોબાઇલ એપ્લિકેશનને કારણે મોટાભાગના કિસ્સામાં 10 દિવસમાં વેરિફિકેશન કરાય છે. હાલમાં જે પ્રક્રિયા છે તે મુજબ પાસપોર્ટ ઓફિસમાંથી અરજદારનો ડેટા પોલીસને ઓનલાઇન ઉપલબ્ધ કરાય છે, ડોક્યુમેન્ટની ઓનલાઇન ખરાઇ બાદ પોલીસ દ્વારા એપ્લિકેશનની મદદથી અરજદારનો સંપર્ક કરીને તેમના ઘરે જઇને વેરિફિકેશન કરવામાં આવે છે, જેમાં અરજદારનો મોબાઇલથી ફોટોગ્રાફ લઇને અપલોડ કરાય છે. પોલીસ અરજદારના ઘરે ગયા છે તેના પુરાવારૂપે લોકેશન પણ અપલોડ કરાય છે. આ ઉપરાંત વિદેશ જતા લોકોને ઇ-માઇગ્રન્ટ્સ એપની મદદથી તાલીમ અપાશે જેના કારણે જે દેશમાં તેઓ જશે ત્યાં એડમિશન, નોકરી કે રહેવા સહિતની કોઇ મુશ્કેલી નહીં પડે.

 

4 દિવસમાં વેરિફિકેશન આ રીતે શક્ય બનશે


વધુ સ્પીડવાળા ડેટાકાર્ડ અને વેરિફિકેશન માટેના સ્ટાફને માત્ર આ એક જ કામગીરી સોંપવા જેવી વ્યવસ્થા ગોઠવાય તો 4 દિવસમાં વેરિફિકેશન શક્ય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  •  મુંબઈઃ અંધેરીમાં રોડ ઓવરબ્રિજનો હિસ્સો પડ્યો, 5 ઘાયલ અમદાવાદમાં એક્ટિવા ટોઇંગ કરાતાં મહિલાએ ટ્રાફિક પોલીસને સેંડલથી માર્યો 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title