બ્રેકીંગ ન્યુઝ
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 19મો દિવસ, પ્રશાંત ભૂષણ અને મોરારિ બાપૂ મળવા જાય તેવી શક્યતા

12-09-2018 106
અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે. ત્યારે હાર્દિક પટેલને તેના ઉપવાસના સમર્થનમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ અને કથાકાર મોરારિ બાપૂ, રમેશ ઓઝા મળવા આવે તેવી શક્યતા છે.
પ્રકાશ આંબેડકરે હાર્દિકના પારણાં કરવા અપીલ કરી
ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકતા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે. જ્યારથી દેશમાં આરએસએસ અને ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી લોકશાહી ખતમ થઈ ગઈ છે અને હિટલરશાહી શરૂ થઈ ગઈ છે. સરકાર જ કાસ્ટ બેઝ રાજનીતિ કરીને ફરી 2019માં સત્તામાં આવવા માટે ફાંફાં મારે છે. કોંગ્રેસના MLA અને પાટીદાર અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લઈને પારણાં કરવા માટે અપીલ કરી હતી.