Loading alternative title

સુરત

સુરતઃ બિલ્ડીંગના એલિવેશન માટે બાંધવામાં આવેલા બામ્બુ તૂટી પડ્યા, 15થી વધુ બાઈક દબાઈ

alternative title
  13-09-2018   23

સુરતઃ યોગીચોક વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના એલિવેશન માટે બાંધવામાં આવેલા બામ્બુઓ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બામ્બુ નીચે 15થી વધુ બાઈક દબાઈ જતા નુકસાન થવા પામ્યું છે.

અફરાતફરીનો માહોલ સર્જાયો

યોગી ચોક વિસ્તારમાં આવેલા બાપા સિતારામ ચોક નજીક સિલ્વર બિઝનેસ હબ બિલ્ડીંગ આવેલી છે. બિલ્ડીંગના એલિવેશનના કામ માટે આખી બિલ્ડીંગ ફરતે બામ્બુઓ બાંધી કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આજે બપારે બાદ બિલ્ડીંના કેમ્પસ પરના તમામ બામ્બુઓ તૂટી પડ્યા હતા. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બામ્બુઓ તૂટી પડવાના કારણે 15થી વધુ બાઈક દબાઈ ગઈ હતી. જ્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

  •  સુરતથી નવી દિલ્હીનું 1158 કિમીનું અંતર 177 મિનિટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ, યુવકના અંગદાનથી 6ને મળ્યું નવજીવન સુરતમાં પાનની પિચકારીઓ સાફ કરી શહેરની છબી સુધારતા યુવકોને જોઈ રાહદારીઓમાં સર્જાયું કૂતુહલ 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title