Loading alternative title

સુરત

સુરતમાં શ્રીજી પ્રતિમા લાવતી વખતે લોખંડનો સળિયો ડીપીમાં અડી જતાં કરંટ લાગ્યો,1નું મોત

alternative title
  13-09-2018   80

સુરતઃ લિંબાયત સ્થિત આસ્તિક નગરમાં મોડી રાત્રે ગણપતિની પ્રતિમા લાવતી વખતે રાત્રે 12 વાગ્યાની આસપાસ ડીપીમાં સળિયો અડી જતાં કરંટ લાગવાથી એકનું મોત નિપજ્યું હતુ.જ્યારે છ યુવાનો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમા લઈ જતા સમયે બની દુર્ઘટના

બનાવની જાણવા મળતી માહિતી મુજબ લિંબાયત આસ્તિક નગરમાં રહેતા યુવાનોએ ગણેશજીની સ્થાપના કરવા માટેની તૈયારીઓ કરી દીધી હતી. આસ્તિક નગરમાં પંડાળ બાંધી દેવામાં આવ્યો હતો. ગુરૂવારે રાત્રે સ્થાનિક યુવાનો ડીજેની સાથે ગણેશજીની પ્રતિમા લેવા માટે ગયા હતા. મોડી રાત્રે યુવાનો ડીજેને તાલે નાચતા કુદતા આનંદથી ગણેશજીની પ્રતિમા લઇને આવતા હતા. ત્યારે આસ્તિક નગર પાસે નહેર નજીક યુવાનો નાચી રહ્યા હતા. 

એકનું મોત નીપજ્યું

વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમા લઈ જતા સમયે લોખંડનો સળિયો નજીકમાં આવેલી વીજ ડીપીને અડી જતા ધડાકા સાથે જોરદાર કરંટ લાગતા સાત યુવાનો દાઝી ગયા હતા. જ્યારે શોટ સર્કિટના કારણે ડીપી પણ ફુંકાઇ ગઇ હતી. ગંભીર રીતે દાઝેલા સાતેય યુવાનોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજકુમાર ચૌધરી (ઉવ.26)નું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે દાઝેલા છ યુવાનોની સારવાર ચાલી રહી છે.

 •  સુરતઃ બિલ્ડીંગના એલિવેશન માટે બાંધવામાં આવેલા બામ્બુ તૂટી પડ્યા, 15થી વધુ બાઈક દબાઈ સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title