Loading alternative title

બ્રેકીંગ ન્યુઝ

અ' વાદની રાજપથ ક્લબનો નિર્લજ્જ બચાવ, વાલીઓ કહે છે અમારે આવો જ સ્વિમિંગ કોચ જોઈએ

alternative title
  14-09-2018   109

અમદાવાદ: નિયમોના ઉલ્લંઘનનો અડ્ડો બની ગયેલી રાજપથ ક્લબ વધુ એક વિવાદમાં સપડાઈ છે. ગુરુવારે સાંજે રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ 12 વર્ષની બાળકીને પટ્ટાથી ફટકારતો હોવાનો વીડિયો વાઈરલ થયો. કોચ સામે કડક પગલાંને બદલે રાજપથ ક્લબ કોચના બચાવમાં ઉતરી આવી હતી. બાળકીના માતા-પિતા ઉપરાંત અન્ય વાલીઓએ કોચની વર્તણૂકને યોગ્ય ઠેરવતાં કહ્યું હતું કે, ‘અમે જ કોચને કડક હાથે કામ લેવા છુટ્ટોદોર આપ્યો હતો.’ CBSE અને ICSE બોર્ડે રવિવારે મધ્ય પ્રદેશમાં સ્વિમિંગની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી બાળકીએ પ્રેક્ટિસમાં 33ને બદલે 45 સેકન્ડમાં સ્વિમિંગ પૂરું કરતાં કોચે તેને ફટકારી હતી.

અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોચને ક્લબમાં એન્ટ્રી નહીં

 

ક્લબના પ્રમુખ જગદીશ પટેલે કહ્યું, ‘માતાની સામે ઘટના બની હતી. તેઓએ અમને વિનંતી કરી હતી કે, કોચ સામે કાર્યવાહી ન કરશો. અમે તો કોચને સસ્પેન્ડ કરવાનો અને પોલીસ કેસ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ વાલીઓ રડતા હતા એટલે અમે મૂંઝવણમાં મૂકાયા કે કોચ સામે શું કાર્યવાહી કરવી? અંતે સસ્પેન્ડ કરવા સામે ફેરવિચારણા કરીએ છીએ. નેશનલ લેવલે બાળકોને પહોંચાડવા આવી કાર્યવાહી માટે વાલીઓની સંમતિ હોય છે. કોચનું કહેવું છે કે, વાલીઓને ગોલ્ડ મેડલ મેળવવાની જીજ્ઞાસા હોવાથી સખતાઈ કરવી પડે છે. મારા ગ્રાન્ડ સન અને ડોટરને તે જ કોચિંગ આપે છે. વાલીઓની જ એટલી વિનંતી છે કે હાર્દિક સામે કોઈ કાર્યવાહી ન થાય. આખરી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તેને કલબમાં નહીં આવવા સૂચના આપી છે.’

  •  અમદાવાદ આત્મહત્યા કેસઃ કૃણાલના બેંક વ્યવહારોની તપાસ, કાળા જાદુ વિશેની થિયરીને પોલીસ માનવા તૈયાર નથી અમદાવાદમાં એક્ટિવા ટોઇંગ કરાતાં મહિલાએ ટ્રાફિક પોલીસને સેંડલથી માર્યો 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title