Loading alternative title

સુરત

બિલ્ડિંગમાં પાઇપ વડે ચઢી જતી સાળા- બનેવીની ગેંગે 30 લાખ કેશ ચોરી હતી

alternative title
  14-09-2018   53

સુરત: દિવસે મોલ, કોમ્પ્લેક્સ, કમર્શીયલ બિલ્ડિંગની રેકી કરી કોઇ 1 ઓફિસ કે દુકાનને ટાર્ગેટ કર્યા બાદ રાત્રે એ બિલ્ડિંગમાં પાઇપ વડે ચડી જઈ ચોરી કરનારી તસ્કર ટોળકીને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડી છે. જેની પાસેથી રૂ. 12.75 લાખ રોકડા મળી કુલ 15.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સક્રિય આ 3ની ટોળકીએ વેસુમાં એક બિલ્ડરની ઓફિસમાંથી રોકડા રૂ. 30 લાખની ચોરી અને સુરતમાં 11 તથા રાજકોટમાં 2 સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

5 વર્ષમાં સુરતમાં 11, રાજકોટમાં 2 સ્થળે ચોરી : કામરેજના 3ની ધરપકડ


ક્રાઇમ બ્રાંચના PSI મનોજ પાટિલ અને તેમની ટીમના મુકેશ પુંડલિકભાઈ, મેહુલ પુનમચંદને બાતમી મળી હતી કે એક તસ્કર ટોળકી વેસુ, વીઆઇપી રોડ પર એક બિલ્ડિંગની રેકી કરવા આઇ-20 કારમાં આવવવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ટોળકીને પકડી પાડી હતી. જેમાં વૈભવ ઉર્ફે જાડિયો ઉમમેદ સાકરિયા (ઉ.વ.29, રહે: કલ્યાણ રેસિડેન્સી, ગલતેશ્વર રોડ, કામરેજ), રાહુલ સોમા ઠાકોર (ઉ.વ.25, રહે: કલ્યાણ રેસીડેન્સી) અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ ગુનેગારનો સમાવેશ થાય છે.


તપાસનીશ અધિકારી PSI એમ.જી. પાટિલે કહ્યું કે આ ટોળકીનો સૂત્રધાર વૈભવ છે. જે દિવસ દરમિયાન પોશ એરિયામાં કાર લઈને નીકળતો હતો. કમર્શીયલ બિલ્ડિંગની રેકી કરી તેમાંથી એક ઓફિસને ટાર્ગેટ બનાવી રાત્રે ત્યાં ચોરી કરતો. માત્ર રોકડા રૂપિયાની જ ચોરી કરતો હતો. આ ટોળકીએ વેસુ, આગમ એમ્પોરિયમ બિલ્ડિંગના ચોથા માળે પાઇપ વાટે ચડી જઈ ત્યાંથી સંપત ડેવલોપર્સની ઓફિસમાંથી રોકડા રૂ. 30 લાખની ચોરી કરી હતી.


આ ઉપરાંત મોટા વરાછા, ખોલવડમાં પણ આ જ રીતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.


ત્રણેક વર્ષ પૂર્વે વૈભવ પકડાયો ત્યારે તેણે સુરતમાં 6 અને રાજકોટમાં 2 ગુના કર્યાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ જેલમુક્ત થયા બાદ પુન: ચોરી કરવા લાગ્યો હતો. એ સમયગાળામાં આ ટોળકીએ ઉમરા, અમરોલી, કામરેજ અને પૂણા પોલીસ મથકની હદમાંથી પાંચ જગ્યાએથી ચોરી કરી હતી.


સાળો-બનેવી સાથે મળીને ચોરી કરતા હતા


ટોળકીમાં વૈભવની સાથે રાહુલ છે. તે રાહુલ અને કાયદાના સંઘર્ષમાં આવેલો બાળ ગુનેગાર સાળો-બનેવી થાય છે. જે બન્ને સાથે મળી ચોરી કરતા હતા.


ટોળકી પાસેથી રોકડા 12.75 લાખ કબજે કરાયા


આ ટોળકી પાસેથી પોલીસે રોકડા રૂ. 12.75 લાખ ઉપરાંત રૂ. 2.50 લાખની કિંમતની આઇ-20 કાર, પંચીશપાનુ (વાંદરીપાનુ), ડિસમીસ (પેચિયું) વગેરે મળી કુલ રૂ. 15,75,250નો મુદ્દામાલ કબજે કર્યો છે.

  •  સુરતના લંપટ ડૉ દોશીની પત્નીએ પોલીસને કહ્યું રૂમમાં એવું થાય તેવું પોસિબલ જ નથી સુરતમાં 700 ઝુંપડાનું મેગા ડિમોલીશન, ધરણા કરતા કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title