Loading alternative title

સુરત

ગણેશ પ્રતિમાની માટી ગંગા નદીની, કારીગરો કલકત્તાના અને સ્થાપના સુરતમાં

alternative title
  14-09-2018   53

સુરતઃ સુરતીઓ ગણેશજીને વધાવવા માટે કોઇ પણ કસર બાકી રાખતા નથી. સુરતમાં ઠાકુરજી સેવા સમિતિ છેલ્લા 16 વર્ષથી ગણેશની મૂર્તિ બનાવવા ગંગાની માટીનો ઉપયોગ કરે છે. તેમજ મૂર્તિ બનાવવા કલકત્તાથી ખાસ કારીગરોને બોલાવે છે. સમિતિના ચિંતન બાપનાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 16 વર્ષથી સંપૂર્ણપણે સાંસ્કૃતિક રીતિ રિવાજ સાથે ઉજવણી કરીએ છીએ. આ વર્ષે અમે 1050 કિલો માટી મંગાવી હતી. કોલકાત્તાના કારીગરો સુરત આવે છે અને અહીંયા જ તેઓ આખી મૂર્તિ બનાવે છે. માટીને મિક્સ કરવા અમે ગંગાજળ ઉપયોગમાં લઈએ છીએ. ગણેશની સાથે અમે ભગવાન શિવની મૂર્તિ પણ બનાવીએ છીએ. ભગવાનને પહેરાવવા માટે નવા 100ની નોટની માળા સ્પેશલી દિલ્હીથી બનાવડાવી છે.

દર વર્ષે પોતાની જગ્યામાં જ વિસર્જન

ઠાકુરજી સેવા સમિતિના સભ્યોએ જણાવ્યુ હતું કે, આ મૂર્તિ ફોલ્ડેબલ મૂર્તિ છે અને દર વર્ષે અમે પોતાની જગ્યામાં જ વિસર્જન કરીએ છે. સ્થાપનાના 10 દિવસ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. સવારે લોકોને યોગની તાલીમ આપવામાં આવે છે. 

સમિતિ 25 હજાર લોકોને જમાડશે

વધુમાં જણાવ્યું હતું કે, સિવાય 10 દિવસ સુધી લોકો માટે ભંડારાનું કાર્યક્રમ રાખવામાં આવે છે. દરરોજ 2500 લોકો ભોજન કરે છે. અમે પ્રસાદમાં ગંગાજળ અને તાંબાના સિક્કા જેવી વસ્તુઓ આપી ચુક્યા છે. આ વર્ષે અમે પ્રસાદમાં રુદ્રાક્ષની વહેંચણી કરવાના છે. ભજન, કિર્તન હવન અને કથાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 1008 દીપક સાથે આરતી કરાશે અને 23 તારીખે મંગલા આરતી કરાશે.

યાત્રામાં પુણેના 290ના ગ્રુપે ઢોલ અને ત્રાંસા વગાડ્યા

સિદ્ધિ વિનાયકની આગમન યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આગમન યાત્રા માટે ખાસ પુણેના 290 લોકોના ગ્રુપે ઢોલ અને તાસા વગાડ્યા હતા તે સિવાય હરિયાણાના ગ્રુપે ઝાંખી પ્રસ્તુત કરી હતી. આ વર્ષે અમે બેટી બચાઓ બેટી પઢાઓ, જળ હી જીવન હે, સ્વચ્છ ભારત, વૃક્ષ વાવો જેવા સંદેશો આપીશું. અમારે ત્યાં ભક્તો માટે ફ્રી એન્ટ્રી છે. શાળાના બાળકોને પણ અહીં વિઝિટ કરાવાય છે.

  •  સુરતમાં હાર્દિકને સમર્થન-અલ્પેશની જેલ મુક્તિની થીમ પર ગણેશોત્સવ, ઉમટ્યા લોકો સુરતમાં પાનની પિચકારીઓ સાફ કરી શહેરની છબી સુધારતા યુવકોને જોઈ રાહદારીઓમાં સર્જાયું કૂતુહલ 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title