Loading alternative title

સુરત

સુરતઃ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ચાલતા ક્લાસીસ વિરુદ્ધ રહિશોનો વિરોધ, બોલાવી રામધૂન

alternative title
  14-09-2018   66

સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલા એક એપોર્ટમેન્ટના બેઝમેન્ટમાં ગેરકાયદે ચાલતા ક્લાસીસનો રહિશો દ્વારા ઘરણા અને રામધૂન કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રહિશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એપાર્ટમેન્ટના રહીશો ધરણા પર બેસી જતા ક્લાસીસના સંચાલક ભાગી છૂટ્યા

વરાવિસ્તારમાં ચોપાટી સામે આવેલી ગાર્ડન ગેટ એપોર્ટમેન્ટમાં 50 ફ્લેટ આવેલા છે. જેના બેઝમેન્ટમાં રીગલ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યું છે. રહિશોએ જણાવ્યું હતું કે, ગાર્ડન ગેટ એપાર્ટમેન્ટના 50 ફ્લેટમાં રેહતા પરિવારો બેઝમેન્ટમાં બનેલા ગેરકાયદેસર કલાસીસનો વિરોધ કરી રહ્યા છે. એપાર્ટમેન્ટના રહીશો ધરણા પર બેસી જતા ક્લાસીસના સંચાલક ભાગી છૂટ્યા છે. બેઝમેન્ટમાં પાર્કિંગ ન કરવા દેતા રહીશોની રોડ પર પાર્ક કરેલી બાઈક ટ્રાફિક પોલીસ ઊંચકી જાય છે. એક પોસ્ટ ઓફીસ પણ ભાડે આપી દીધી હોવાથી આવનારા લોકો અને સ્થાનિકો વચ્ચે પણ અવારનવાર ઝઘડા થાય છે.

  •  ગણેશ પ્રતિમાની માટી ગંગા નદીની, કારીગરો કલકત્તાના અને સ્થાપના સુરતમાં સુરતમાં પાનની પિચકારીઓ સાફ કરી શહેરની છબી સુધારતા યુવકોને જોઈ રાહદારીઓમાં સર્જાયું કૂતુહલ 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title