Loading alternative title

મેહસાણા

આણંદના પ્રેમી પંખીડાએ રાજધાની એક્સપ્રેસ નીચે પડતું મુકી આપઘાત કર્યો

alternative title
  15-09-2018   51

દાહોદ: દાહોદ શહેર નજીક આવેલા જેકોટ ગામમાં ડાઉન રેલવે ટ્રેક ઉપર સોમવારની પરોઢે આણંદ જિલ્લાના પ્રેમી પંખીડાએ રાજધાની ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. આ પ્રેમીઓ અહીં કેમ અને કયા કારણોસર આવ્યા હતાં તે જાણવા મળ્યુ નથી. મંગળવારે છોકરાના પરિવારના લોકો દાહોદ ધસી આવ્યા હતા જ્યારે સમાચાર લખાયા સુધી છોકરીના પરિવારની પોલીસ રાહ જોઇ રહી હતી. જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઇથી દિલ્હી તરફ જઇ રહેલી મડગાંવ-હજરત નિઝામુદ્દીન રાજધાની ટ્રેન પરોઢના છ વાગ્યાના અરસામાં શહેર નજીક જેકોટ ગામેથી 540/18 ડાઉન ટ્રેક ઉપરથી પસાર થઇ રહી હતી. તે વખતે યુવક અને યુવતીએ એક સાથે ટ્રેન સામે પડતું મુકી દીધુ હતું. પુરપાટ દોડતી ટ્રેન સાથે અથડાઇને એક તરફ પડતાં તેમના મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટ્રેનના ચાલકે આ મામલે દાહોદ સ્ટેશન માસ્તરને જાણ કરી હતી.


ઘટના પગલે જેકોટ પહોંચેલી જીઆરપીએ બંનેના મૃતદેહ દાહોદ લાવીને તેમના કપડાંની તપાસ કરતાં તેમના ફોટો અને મોબાઇલ નંબર લખેલા કાગળ મળી આવ્યા હતાં. જેથી બંનેના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવતાં મૃતકોમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નીશ્રયા ગામના ભરત અરવીંદ ઠાકોર અને ખંભાત તાલુકાના વટાદરા ગામની મંજુલાબેન બુધાભાઇ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. ક્યારે અને કેમ આવ્યા હતાં તે જાણવા મળ્યું નથી. મંગળવારે ભરતના પરિવારના લોકો દાહોદ ધસી આવ્યા હતાં જ્યારે મંજુલાબેનના પરિવારની પોલીસ રાહ જોઇ રહી હતી. જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.


  • Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title