Loading alternative title

વલસાડ

વલસાડમાં વકીલો રસ્તા પર ઉતર્યા અધિકારો પર તરાપ સામે આક્રોશ

alternative title
  17-09-2018   88

સોમવારે અદાલતો અને સરકાર દ્વારા વકીલોને થયેલા અન્યાય સામે રોડ પર ઉતરી આવ્યા હતા.વકીલોએ રેલી કાઢી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો. સર્વોચ્ચ અદાલત દ્વારા બાર એસોસિએશન્સ અને બાર કાઉન્સિલરોને હડતાળ, બહિષ્કાર તથા કામકાજથી અળગા રહેવા અને તેવું એેલાન આપવા સામે અંકુશ ફરમાવવા સામે વકીલો વિફર્યા હતા. 

સર્વોચ્ચ અદાલત દ્વારા વકીલોની હડતાળ મુદ્દે આપેલા ચૂકાદાના પગલે રાષ્ટ્રવ્યાપી વિરોધ અભિયાન હેઠળ વલસાડના વકીલોએ પણ આ વલણનો ઉગ્ર વિરોધ કર્યો હતો.વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ,વલસાડ ડિસ્ટ્રિક્ટ એડવોકેટ બાર એસોસિએશન અને વલસાડ વકીલ મંડળે સંયુક્ત રીતે સર્વોચ્ચ અદાલતના ચૂકાદા સામે નારાજગી દર્શાવી રેલી સ્વરૂપે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. દિલ્હીમાં 1 સપ્ટેમ્બરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા,રાજ્યના બાર કાઉન્સિલો અને દિલ્હી જિલ્લા બાર એસોસિએશન,એનસીઆર પ્રતિનિધિઓની બેઠકમાં અદાલતો દ્વારા ખરેખર થતાં અન્યાય સામે વકીલો દ્વારા હડતાળ પર ઉતરવાના વકીલોના લોકશાહી અધિકારોનું ગળું ટૂંપવા થતાં પ્રયાસો સામે વકીલ આલમમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ ઉભો થયો છે. વકીલોએ એડવોકેટ એક્ટની કલમ 34 રદ કરવા,ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક પરત ખેંચવા,વડીઅદાલત અને સર્વોચ્ચ અદાલતના જજ નિવૃત્ત થયા બાદ તેમને કોઇ સરકારી કામગીરી સોંપવામાં ન આવે તેવી માગ સાથે જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી.ડી.પટેલ, ડિસ્ટ્રિક્ટ એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ બી.ડી.દેસાઇ સહિત વલસાડ વકીલ મંડળ પ્રમુખ વાય.આર.ગુપ્તાના નેજા હેઠલ કલેકટર અને ડિસ્ટ્રિકટ સેશન્સ જજને આવેદન આપ્યું હતું. 

વકીલોએ આ મુદ્દા ઉઠાવ્યા 

ઉચ્ચ શિક્ષણ આયોગનાં મુસદ્દા વિધેયક-2008 પર પૂન: વિચારણા કરોરાજ્ય સરકાર દ્વારા વકીલોને વીમા યોજના,મેડિકલ કલેઇમ,પેન્શન,સ્ટાઇપેન્ડના લાભ પૂરો પાડવાની માગણી પર વિચારણા કરોવકીલો દ્વારા હડતાળ,બહિષ્કાર અને કામકાજથી અળગા રહેવાનું એલાન આપવા પર સર્વોચ્ચ અદાલત દ્વારા ફરમાવેલા અંકુશ મુદ્દે પૂન: વિચારણા કરોસરકાર દ્વારા વકીલ મંડળોની સત્તા છિનવી લેવાના પ્રયાસ કરાયા છેન્યાયાધીશોની ખાલી જગ્યા ભરતી વખતે બાર કાઉન્સિલોના નેતાઓ સાથે પરામર્શ કરો

  • જીવલેણ અકસ્માત|વલસાડ હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘૂસી, 1નું મોત 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title