Loading alternative title

સુરત

સુરતઃ ફેકટરીમાં પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ ફેલાવવા માટે થઈ ટ્રી ગણેશાની સ્થાપના

alternative title
  17-09-2018   69

સુરતઃ ગણેશ ઉત્સવનો શહેરભરમાં માહોલ જામ્યો છે. ત્યારે સ્થાપિત થયેલી હજારો પ્રતિમાઓની વચ્ચે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા સુરતના એક યુવા ઉદ્યોગપતિએ પોતાની ફેક્ટરીમાં ટ્રી ગણેશાની સ્થાપના કરી છે.

વક્ષને અપાયું ગણપતિનું સ્વરૂપ

 

ગણેશ ઉત્સવને પણ તેમને પર્યાવરણ સંરક્ષણની સાથે જોડયો છે અને પોતાની ફેક્ટરીમાં જ એક વૃક્ષને ગણપતિનું રૂપ આપીને સાથે માટીની એક નાનકડી પ્રતિમાની સ્થાપના કરી છે. દસ દિવસની આરાધના બાદ આ પ્રતિમાનું સ્થળ પર જ વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ એ માટીમાં છોડ રોપવામાં આવશે.વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રકૃતિ એ જ ભગવાન છે ત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કરવી એ જ સાચી ભક્તિ છે.આ અનોખા આયોજન પાછળનો ઉદ્દેશ પણ પર્યાવરણ સંરક્ષણ અંગે લોકો ને જાગૃત કરવાનો છે.

 

વૃક્ષારોપણનો અનોખો સંદેશ

 

ટ્રી ગણેશાની સ્થાપ્ના કરનાર વિરલ દેસાઈ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. અને ખાસ કરીને આ કાર્ય માટે તેમણે હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેઓ વૃક્ષા રોપણનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન હેઠળ તેઓ અત્યાર સુધી 19 હજારથી વધુ છોડોનું રોપણ કરીને ગ્રીનમેન તરિકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે.

  •  સુરત: સલાબતપુરામાં અસામાજિક તત્વોનો કહેર, પાર્કિંગ બાબતે યુવાનને માર્યો ઢોરમાર, CCTV સુરતમાં 700 ઝુંપડાનું મેગા ડિમોલીશન, ધરણા કરતા કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title