Loading alternative title

સુરત

સુરતઃ પાળેલા કૂતરાએ ભસીને ધમાલ મચાવતાં મહિલાના આપઘાતની થઈ જાણ

alternative title
  17-09-2018   93

સુરત: એક વર્ષ અગાઉ પતિનું કેન્સરની બીમારીથી મોત નિપજ્યા બાદ હતાશ થઈ ગયેલી અડાજણની મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરમાં એકલી મહિલાના આપઘાત બાદ 6 વર્ષથી પાળેલા કૂતરાએ સતત ભસીને ધમાલ મચાવી દેતા ઘટનાની જાણ થઇ હતી. બીજી તરફ માતાએ ફોન રીસીવ ન કરતા પુત્રના કહેવાથી તપાસ કરવા માટે ગયેલા મિત્ર પર પણ કૂતરાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ઘરમાં માત્ર મહિલા અને કૂતરો હાજર હતા

અડાજણ નીલ સાગર એપાર્ટમેન્ટ ખાતે રહેતા શૈલજા ગોપીનાથ રાઘવન કુંદકલદીવ (ઉ.વ.43)ના પતિનું એક વર્ષ અગાઉ કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. જેથી તેઓ છેલ્લા કેટલાક સમયથી હતાશ રહેતા હતા. તેમનો પુત્ર આદિત્ય થોડા દિવસ પહેલા અમદાવાદ ગયો હતો. જેથી ઘરે શૈલજાબેન તેમજ તેમણે છ વર્ષથી પાળેલો કૂતરો હાજર હતા. દરમિયાન શૈલજાબેને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

કૂતરાનો સતત ભસવાનો અવાજ સંભળાયો

બીજી તરફ પુત્ર આદિત્ય તેમના મોબાઈલ પર ફોન કરતો હતો પરંતુ કોઈ ફોન રીસીવ કરતું ન હોવાથી આદિત્યને તેના મિત્ર તેજસને ફોન કર્યો હતો અને તપાસ કરવા કહ્યું હતું. જેથી તેજસ તેમના ઘરે પહોંચી ગયો હતો. જોકે, ઘર પાસે પહોંચતાની સાથે તેને કૂતરાનો સતત ભસવાનો અવાજ સંભળાયો હતો. તેજસ તપાસ કરવા માટે ઘરના દરવાજા પાસે પહોંચતાની સાથે ઉશ્કેરાયેલા કૂતરાએ તેજસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. 

આસપાસથી લોકો દોડી આવતા આપઘાતની જાણ થઈ

કૂતરાની ધમાલનો અવાજ સાંભળી પડોશના લોકો પણ આવી ગયા હતા. ઘરમાં તપાસ કરતા શૈલજાબેને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી .

  •  સુરતઃ ફેકટરીમાં પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ ફેલાવવા માટે થઈ ટ્રી ગણેશાની સ્થાપના સુરતમાં 700 ઝુંપડાનું મેગા ડિમોલીશન, ધરણા કરતા કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title