Loading alternative title

સુરત

ચલથાણમાં 55 કરોડના સુમૂલ ડેરીના પોષક આહાર પ્લાન્ટનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ

alternative title
  18-09-2018   180

સુરત: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તંદુરસ્ત શક્તિશાળી અને સશક્ત ભાવિ પેઢીના નિર્માણથી ગુજરાતને કુપોષણમુકત રાજ્ય બનાવવાની કટિબદ્ધતા વ્યકત કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પોષણક્ષમ પૂરક પોષક આહાર બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓને પૂરો પાડીને રાજ્યની ભાવિ પેઢી દુનિયાના પડકારો ઝિલવા સક્ષમ બનાવવી છે. વિજયભાઇ રૂપાણીએ સુરતની સુમૂલ ડેરી દ્વારા રૂ. પપ કરોડના ખર્ચે નિર્ણય પોષક આહાર ટેક હોમ રાશન પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૬૮મા જન્મદિવસ અવસરે ઉદઘાટન કર્યુ હતું.

ડેરી ઉદ્યોગને ધમધમતો કર્યો

વિજયભાઈએ કહ્યું કે, કુપોષણ સમાજનું કલંક છે અને ગુજરાતે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પોષણક્ષમ ભારતના નિર્માણ માટે રાજ્યમાંથી કુપોષણને નેસ્તનાબૂદ કરવાનો જંગ દૂધ સહકારી સંઘો કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી ઉપાડયો છે.મુખ્યમંત્રીએ ગુજરાતમાં ડેરી અને પશુપાલન ઊદ્યોગની જે અવદશા ભૂતકાળમાં કોંગ્રેસી શાસકોએ કરેલી તેની આલોચના કરતા ઉમેર્યુ કે, ડેરીઓનો વિકાસ રૂંધાય એવા તેમના પ્રયાસો રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન દૂધ સહકારી ડેરીઓ અને પશુપાલકોને પ્રોત્સાહનો આપી ડેરી ઊદ્યોગને ધમધમતો કર્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.

સૂમૂલ ડેરીનો રૂ. પપ કરોડના ખર્ચે ટેક હોમ રેશન પ્લાન્ટ

વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ઘી-દૂધની નદીઓ વહે તેવા સપનાને સાકાર કરવા પશુપાલકો દૂધ ઉત્પાદકો અને ડેરી ઊદ્યોગના વિકાસને આ સરકારે પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી રાજ્યની મોટી ડેરીઓએ કુપોષણ સામેની લડાઇમાં ટેક હોમ રેશન પોષક આહારના ઉત્પાદનથી જે સહયોગ કર્યો છે એનો તેમણે આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ સુરતની સૂમૂલ ડેરીએ રૂ. પપ કરોડના ખર્ચે ટેક હોમ રેશન પ્લાન્ટથી પોષણયુકત આહાર પ્રોસેસ કરીને આંગણવાડીઓ, સગર્ભા-ધાત્રી માતાઓને પહોચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે અભિનંદનીય છે એમ તેમણે કહ્યું હતું.

પારદર્શી પધ્ધતિ વિકસાવી

રાજ્ય સરકારે કુપોષણમુકતિ માટે રૂ. ર૮૦૦ કરોડ જેટલું બજેટ ફાળવ્યું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ આવનારા દિવસોમાં ખેડૂત, આદિવાસી-વનબંધુ, સાગરખેડૂ, દલિત-શોષિત, વંચિતોને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્રથી વિકાસમાં જોડીને સમૃધ્ધ-સશકત ગુજરાતની નેમ પણ દર્શાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબશ પૂરક પોષક આહાર ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરો પાડવા ગુજરાતમાં પારદર્શી પધ્ધતિ વિકસાવી છે.

મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના માધ્યમથી દૂધ ઉત્પાદક સહકારી સંઘો-ડેરીઓને આ કામગીરી સોંપીને આપણે ટેક હોમ રાશન સૌ લાભાર્થીઓને મળે તેવું સુનિશ્ચિત કર્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્‍યમંત્રીએ પોષણઆહાર વાનને લીલીઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્યું હતું. તેમની સાથે બાળ કલ્‍યાણ અને મહિલા વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા, રાજય રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજય આરોગ્‍ય મંત્રી કિશોરભાઇ કાનાણી, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક સહિત મહાનુભાવો જોડાયા હતા.

સરિતા ગાયકવાડને ચેક અપાયો

વડાપ્રધાનના ૬૮ માં જન્‍મદિવસ અવસરે સુમુલના ૬૮ હજાર સભાસદોને તુલસીના છોડ પણ મુખ્‍યમંત્રીના હસ્‍તે અપાયા હતા. મુખ્‍યમંત્રીના હસ્‍તે સુમુલ ડેરીના સહયોગ વડે બાજપાઇ બેકેંબલ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકો અર્પણ કરવામાં આવ્‍યા હતા.મુખ્‍યમંત્રીએ એશિયન ગેઇમ્‍સમાં એથ્‍લેટીકસમાં ગોલ્‍ડ મેળવનાર કુ.સરિતા ગાયકવાડને રૂા.૬૮ લાખનો ચેક અર્પણ કરી, પોષણ અભિયાનના એમ્‍બેસેડરનો નિયુકતપત્ર એનાયત કર્યો હતો.

 •  સુરતના માણેકપોરના કેપ્ટન માણેકની પદ્મશ્રી માટે પસંદગી સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title