સુરત
સૌથી લાંબી કેક, સૌથી મોટી ઉજવણી અને લાર્જેસ્ટ હ્યુમન ઈમેજનો રેકોર્ડ સુરતના નામે, એક જ દિવસે ગિનીસમાં નોંધાયા આઠ રેકોર્ડ

18-09-2018 578
વ ડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
680 કિલોની કેક બનાવવામાં 23 કલાકનો સમય લાગ્યો | નિતિન પટેલે સિટી ભાસ્કરને કહ્યું હતું કે, 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવવામાં 23 કલાકનો સમય લાગ્યો હતો. જેમાં 225 કિલો વે પ્રોટીન, 1150 કિલો કોકો પાઉડર, 25 કિલો કેરેમલ, 125 કિલો કેક જેલ, 1150 કિલો મેંદો, 1550 કિલો ખાંડ, 350 કિલો તેલ, 1675 કિલો વિપ ક્રિમ, 850 કિલો ચોકલેટ ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
16 ડિગ્રી ટેમ્પરેચરમાં બનાવવમાં આવી | કેકને 16 ડિગ્રીના ટેમ્પરેચરમાં બનાવવામાંં આવી હતી. જેમાં 20 શેફ અને 30 સ્પોર્ટિંગ સ્ટાફ મળી કુલ 50 લોકોની ટીમ સતત 10 કલાક મહેનત કરીને કેક બનાવી હતી.
કેક ઓફ યુનિટી
680 ફુટ અને 6800 કિલોની કેક
સૂવર્ણ ભૂમિ પાર્ટી પ્લોટમાં આ રેકોર્ડ નોંધાયા
680 ફુટ લાંબી વિશ્વની પહેલી કેક
6800 કિલોની વિશ્વની સૌથી મોટી કેક
680 સામાજીક અગ્રણીઓ દ્વારા કેક કટિંગનો રેકોર્ડ
68000 લોકો દ્વારા કેક ખાવાનો વિશ્વ રેકોર્ડ
68 સફાઈ કર્મચારીઓ
68 દિવ્યાંગ
68 રિટાયર્ડ આર્મિ ઓફિસર
68 ખેલાડી
68 કન્યા
68 પારસી સમાજના અગ્રણી
68 શીખ સમાજના અગ્રણી
68 વનવાસી ભાઈઓ
68 વૃદ્ધો
68 યહુદી સમાજના અગ્રણીઓ
68 બાળકો અંધજન સ્કૂલના વિદ્યાર્થી
68 અનાથ આશ્રમના બાળકો
16800 લોકોએ એકતા માટે સકલ્પ લીધા
680 સ્ટુડન્ટ્સે બનાવી ઇમેજ
આ હ્યુમન ઇમેજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજિસ્ટર્ડ થઇ
સુરત | નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિશ્વમાં પર્યાવરણની જાગૃતિ માટે એક વિશ્વ વિક્રમ નોંધાવવાનું કામ ટીમ સેલિબ્રેશન સુરત દ્વારા કરશન ગોંડલિયા, રવિ વાઘાણી, વિજય જસાણી તથા સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરત ખાતે કરવામાં આવ્યું. આ ઉજવણી અંતર્ગત 680 વિદ્યાર્થીઓએ લાર્જર હ્યુમન ઇમેજ (ઓક્સિજન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન રજીસ્ટર્ડ કરાયું. ઓક્સિજનની ક્વોલિટી અને ક્વોન્ટિટિનું સમતોલન વૃક્ષો દ્વારા વધારી શકાય એ સંદેશો આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
17મીએ જન્મેલા 1221 લોકોએ 1221 કેક કાપી, સમગ્ર ભારતમાંથી નરેન્દ્ર નામ હોય એવા લોકોનું ગ્રુપ બન્યુ
17મી સપ્ટેમ્બરના રોજ જન્મેલા 1221 લોકોએ સરસાણા કન્વેન્શન હોલમાં એક સાથે જન્મ દિવસની ઉજવણી કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે શહેરની એક બેકરી દ્વારા અનોખી રીતે ઉજવવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેધરલેન્ડનો રેકોર્ડ તોડ્યો
નેધરલેન્ડમાં એક સાથે એક સમયે 221 લોકોએ જન્મ દિવસ સેલિબ્રેટ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 1121 લોકોએ એક સાથે જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હોવાથી હવે આ રેકોર્ડ સુરતના નામે થઈ ગયો છે.
વિવિધ ત્રણ જગ્યા પર આ આઠ રેકોર્ડ બન્યા
17મીએ જન્મેલા લોકોની ઉજવણી
20 ગ્રુપ બનાવ્યા, વિવિધ યોજનાઓના નામ અપાયા
કેક કાપવા માટે અલગ અલગ 20 ગ્રુપ બનાવવામાં આવ્યા હતાં. જેમાં 17મી તારીખે જન્મ થયો હોય અને એનું નામ નરેન્દ્ર હોય એમનું એક ગ્રુપ બનાવાવમાં આવ્યું હતું. એવી જ રીતે 17મી સપ્ટેમ્બરના રોજ જન્મેલા વૃદ્ધો અને યંગસ્ટર્સનું પણ ગ્રુપ બનાવવામાં આવ્યુ હતું. જેમાં ગ્રુપને મેક ઈન ઈન્ડિયા, સ્વચ્છ ભારત, અટલ પેન્શન યોજના જેવા નામ આપવામાં આવ્યા હતાં અને અવેરનેસ ફેલાવી હતી.
સૂવર્ણ ભૂમિમાં લાર્જેસ્ટ કેક, લાર્જેસ્ટ કુકિઝ, મોસ્ટ પીપલ કટિંગ કેક , મોસ્ટ પીપલ કન્ઝુમિંગ કેક, હાઈએસ્ટ કેક વેઈટ, મનિમમ ટાઈમ ફોર બેકિંગ કેક અને સરસાણામાં 1221 લોકોએ એક સાથે જન્મની ઉજવણીનો રેકોર્ડ થયો.