Loading alternative title

બ્રેકીંગ ન્યુઝ

મહુવા નજીક ટોળાએ ટ્રકને ચાંપી દીધી આગ, અકસ્માત કરી ભાગતો હોવાનો આક્ષેપ

alternative title
  16-10-2018   176

સુરતઃ સુરત જિલ્લાના મહુવા નજીક રાત્રે ટોળાએ એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. ટોળાનો આક્ષેપ હતો કે, ટ્રક ચાલક પલસાણા ગામ પાસે કોઈક વાહન સાથે અકસ્માત કરીને ભાગ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. અને ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પલસાણાથી ટ્રકનો પીછો કરી અટકાવી, ડ્રાઈવરને માર્યો ઢોરમાર

રાજસ્થાન પાસિંગની ટ્રકને ટોળા એ રાત્રે આગ ચાંપી દીધી હતી. ટ્રક મહુવા તાલુકા ના વહેવલ ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બારડોલી તરફથી ટ્રકનો પીછો કરી આવી રહેલા ટોળાએ ટ્રકને અટકાવી ટ્રક ચાલકને ઢોર માર માર્યો હતો. ટોળાનો આક્ષેપ હતો કે, ટ્રક ચાલક પલસાણા ગામ પાસે કોઈક વાહન સાથે અકસ્માત કરીને ભાગી રહ્યો હતો. ટોળાએ પલસાણાથી છેક મહુવા સુધી ટ્રકનો પીછો કરી તેને અટકાવ્યો હતો. ટોળાએ ટ્રક ચાલકને માર મારીને બહાર ઉતારી મુક્યો હતો ત્યારે બાદ ટ્રકને આગ ચાંપી દીધી હતી. ટ્રકની કેબીન આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. મહુવા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

  •  25 ગામોના ખેડૂતોએ દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદનનો વિરોધ કર્યો સાયણમાં NRIના મકાનના તાળા તોડી દુકાનમાં તસ્કરોએ કરેલી રોકડાની ચોરી સીસીટીવીમાં કેદ 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title