Loading alternative title

બ્રેકીંગ ન્યુઝ

યુવતી પાસે અભદ્ર માગણી કરનાર વાંસદાના યુવકને લોકોએ અર્ધનગ્ન કરી માર માર્યો

alternative title
  16-10-2018   231

વાંસદા: નવસારી જિલ્લામાં વાંસદા પંથકના એક યુવાનને લોકોએ ઝાડ સાથે બાંધીને માર મારતા હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. જોકે આ ઘટનાની હજી પુષ્ટિ થઈ નથી.કે પોલીસ ચોપડે પણ આ ઘટનાની નોંધ લેવામાં આવી નથી.

  • છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાની ઘટના છાછવારે બનતી રહી છે.હવે વાંસદા પંથકના એક યુવાન લોકોના આક્રોશનો ભોગ બન્યો હતો તેવો વીડિયો વાયરલ થયો છે. જોકે કયા કારણસર લોકોએ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો તે અંગે હજી સ્પષ્ટતા થઈ શકી નથી.હાલ કોઈ છોકરીની સાથે બિભત્સ માંગણી કરી પૈસાની ઓફર કરી હોવાની વાતે તેને લોકોએ માર માર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.જોકે વીડિયોમાં લોકોએ તેને મારમારી અર્ધનગ્ન કરી દીધો હતો.આ ઘટના અંગે હજી સુધી પોલીસ ચોપડે નોંધાઇ નથી.પરંતુ આ ઘટના એ વાંસદા પંથકમાં ચકચાર જગાવી દીધી છે.

     

    પોલીસ પણ આ દિશામાં તપાસ કરે તો સમગ્ર હકીકત સામે આવે તેમ છે. ઘણી વખત લોકોનો માર સહન નહીં કરી શકનારાનું મૃત્યુ પણ થઈ જતું હોય છે.ત્યારે ટોળું સામે હત્યા નો ગુનો પણ દાખલ થતો હોય છે.એવા સંજોગોમાં લોકો કાયદો હાથમાં ના લે અને પોલીસને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરે તે અનિવાર્ય છે.

  •  મહુવા નજીક ટોળાએ ટ્રકને ચાંપી દીધી આગ, અકસ્માત કરી ભાગતો હોવાનો આક્ષેપ સાયણમાં NRIના મકાનના તાળા તોડી દુકાનમાં તસ્કરોએ કરેલી રોકડાની ચોરી સીસીટીવીમાં કેદ 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title