Loading alternative title

વાપી

વલસાડ અકસ્માતમાં સુરતના બેના મોત, યુવકના લગ્ન આઠ માહિના પહેલાં જ થયા હતા

alternative title
  16-10-2018   167

સુરતઃ વલસાડ ડુંગરી નજીક વાઘલધરા હાઈવે પર વાપીથી સુરત તરફ પૂરપાટ જતી સૂમોકાર ડિવાઈડર સાથે ભટકાતા કારમાં સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાને લઈ મોત નિપજ્યું હતું. અન્ય એક યુવાન ભાવિને વલસાડ સિવિલમાં લઈ જતી વેળાએ તેણે રસ્તામાં જ દમ તોડ્યો હતો. ભાવિનના લગ્ન આઠ મહિના પહેલાં જ થયા હતા. દરમિયાન મિત્રો સાથે ફરવા જતા અકસ્માત નડ્યો હતો.

14 વર્ષના રૂદ્રકુમારે ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં જતાં રસ્તામાં જ ભાવિને દમ તોડ્યો

સુરતના નાનપુરા માછીવાડ ખાતે એક જ મહોલ્લામાં રહેતાં દસ મિત્રો રવિવારે ટાટા સુમો કારમાં દમણ વાપી તરફથી રવિવારની રજા માણી સુરત ઘરે પરત ફરતી વખતે રવિવારે સાંજે 5:30 કલાકે વાઘલધરા ઓવરબ્રીજ પાસે કારના ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતાં કાર ડીવાઈડર પર ચઢી જતા અકસ્માતમાં કારમાં સવાર 14 વર્ષીય રૂદ્રકુમાર જીતેન્દ્ર લશ્કરીને ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.જ્યારે નવ વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક 108 મારફતે વલસાડ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ભાવિન અશોકભાઈ કહારનું મોત નિપજ્યું હતું. તેમજ આઠ વ્યક્તિ હજી પણ સારવાર હેઠળ છે.

શનિવારે રાત્રે દમણ પહોંચ્યા હતા

સુરતના આ મિત્રોનું ગ્રુપ શનિવારે રાત્રે જ દમણ આવી ગયું હતું. આખી રાત ત્યાં કોઈ હોટલમાં રોકાયા બાદ રવિવારે બપોરે સુરત પરત આવવા નિકળ્યું હતું. જ્યાં વાઘલધરા હાઈવે પર કાર ચાલકે સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હોવાનું જાણવા મળે છે.

માછલી વેંચી પરિવારનું ગુજરાન ચાલતું

વલસાડમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર 14 વર્ષીય રૂદ્રના અકાળે મોતથી વિધવા માતાએ બે પુત્રો પૈકી નાનો પુત્ર ગુમાવ્યો છે. રુદ્રના ના પિતા દસેક વર્ષ પહેલાં જ કેન્સરમા મુત્યુ પામ્યા હતા. તેની માતા મચ્છીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવી હતી.રુદ્ર નાનપુરા ખાતે આવેલી આરડી કોન્ટ્રાક્ટર સ્કૂલમાં ધોરણ 8માં ભણે છે.

મૃતક ભાવિન વજન કાંટાની કંપનીમાં હતો

મરનાર ભાવિનના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતા અકસ્માતમાં જેના મોત થયા છે. તેમાંથી ભાવિન કહારના 8 માસ પહેલા જ લગ્ન થયા હતા. ભાવિનના મોતથી પત્ની નાની વયે જ વિધવા બની ગઈ છે. તે વજન કાંટા બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો. તેમજ ભાવિનને એક નાનો ભાઈ અને બેન છે.

  •  સેલવાસઃ મંદબુદ્ધિની યુવતી પર દુષ્કર્મ ગુજારી નાસી જનાર આરોપી ઝડપાયો

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title