Loading alternative title

બ્રેકીંગ ન્યુઝ

અમદાવાદમાં એક્ટિવા ટોઇંગ કરાતાં મહિલાએ ટ્રાફિક પોલીસને સેંડલથી માર્યો

alternative title
  27-10-2018   290

અમદાવાદ: નવરંગપુરા લો ગાર્ડન પાસેથી ટ્રાફિક પોલીસે મહિલાનું એક્ટિવા ટોઇંગ કર્યું હતું, જે છોડાવવા આવેલી મહિલા એક્ટિવા સાથે નાસી જવાનો પ્રયાસ કરતાં ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી, ઉશ્કેરાયેલી મહિલાએ પોલીસ કર્મચારીને લાફો મારી સેંડલ વડે મારમાર્યો હતો.

ટો કરાયેલું એક્ટિવા છોડાવવા મીઠાખળી પોલીસ સ્ટેશન આવેલી મહિલાએ ટ્રાફિક પોલીસના જવાનને કહ્યું હતુ કે, આ એક્ટિવા મારુ છે, તમે પટેલ થઇને મારુ એક્ટિવા ટો કરો છો, તમે કઇ જાતિના છો, તેમ કહીને હેડ કોન્સ્ટેબલ સતીષકુમાર પટેલ સાથે ઝઘડો કરવા લાગી હતી. જેથી તેમણે રૂ.350 દંડ ભરીને એક્ટિવા લઇ જવાનું કહેતા તે મહિલાએ વાહન સાથે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને અટકાવતા તેણે સતીષકુમારને ફટકાર્યો હતો. આ અંગે સતીષકુમારની ફરિયાદના આધારે પોલીસે સંગીતાબહેનની ધરપકડ કરી હતી.

  •  યુવતી પાસે અભદ્ર માગણી કરનાર વાંસદાના યુવકને લોકોએ અર્ધનગ્ન કરી માર માર્યો સાયણમાં NRIના મકાનના તાળા તોડી દુકાનમાં તસ્કરોએ કરેલી રોકડાની ચોરી સીસીટીવીમાં કેદ 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title