Loading alternative title

સુરત

મોતને ઉત્સવ બનાવ્યો/ દીકરાએ અંતિમયાત્રામાં ફટાકડા ફોડી ધામધૂમથી માતાને વિદાઈ આપી

alternative title
  23-12-2018   59

સુરતઃ ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ મુળદ ગામની પ્રભુનગર સોસાયટીમાં 65 વર્ષીય વૃદ્ધાનું કુદરતી મોત થતા દીકરાએ તેમની ઇચ્છા મુજબ અંતિમયાત્રામાં ફટાકડા ફોડી ધામધૂમથી માતાને વિદાઇ આપી હતી. જ્યારે વિદેશમાં રહેતા મોટા દીકરાએ સમય સંજોગે આવી ન શકાતા વોટ્સએપ વીડિયો કોલિંગ પરમાતાની અંતિમ વિદાય નિહાળી હતી.

માતાએ કહ્યું હતું કે, મારી અંતિમ યાત્રામાં ફટાકડા ફોડજો અને ધામધૂમથી હસતા મોઢે મને વિદાય આપજો

કીમ નજીક આવેલ મુળદના પ્રભુનગરમાં રહેતા 65 વર્ષીય કાંતાબેન હરકિશનભાઈ મૈસુરીયાનું કુદરતી રીતે અવસાન થતાં આખો પરિવારમાં શોકનો હતો. પરંતુ કાંતાબેન જ્યારે જીવતા હતા ત્યારે જણાવ્યું હતું કે, જ્યારે મારું મરણ થાય ત્યારે મારી અંતિમ યાત્રામાં ફટાકડા ફોડજો અને ધામધૂમથી હસતા મોઢે મને વિદાય આપજો. જેથી નાના દીકરોએ જરૂરી તમામ ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ માતાની ઇચ્છા મુજબ અંતિમયાત્રામાં ફટાકડા પણ ફોડી માતાને અંતિમ વિદાઇ આપી હતી. આ પ્રસંગે પુત્રો અને પરિવારની માતાના પરગમન વિદાય સમયનો પ્રસંગ જોઈ ઉપસ્થિત સહુ કોઈ ભાવુક થઈ ઉઠ્યા હતા. કાંતાબેનનો મોટો દીકરો પેરીસ રહેતો હોવાથી સમયની મર્યાદાને લઇ અંતિમવિધિમાં ન પહોંચી શકતા તેણે વીડિયો કોલિંગથી માતાની અંતિમવિધિ નિહાળી રડતી આંખે માતાને ભારે હૈયે વિદાય આપી હતી.

  •  સુરતમાં 700 ઝુંપડાનું મેગા ડિમોલીશન, ધરણા કરતા કોંગ્રેસી કોર્પોરેટરની અટકાયત સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title