Loading alternative title

સુરત

સુરતમાં ટ્રાઇના વિરોધમાં કેબલ ઓપરેટરોએ ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું

alternative title
  28-12-2018   34

સુરત: ટ્રાઇ દ્વારા પ્રત્યેક ટીવી ચેનલ પર પ્રતિ મહિને રૂા.25થી 45 રૂપિયા સુધીનો એમ.આર.પી લાગુ કરવાના વિરોધમાં સુરત શહેર કેબલ ઓપરેટર એસોસિેયેશને મોડી સાંજે સુરતના 6 લાખ કેબલટીવીના કનેકશનો બંધ કરી દીધા હતા. ટ્રાઇના મનોરંજન કર વધારવાના નિર્ણયથી સુરત સહિત દેશભરના કેબલ ઓપરેટરોમાં ભારે રોષ ફેલાયો છે. બે દિવસ અગાઉ સુરતના કેબલ ઓપરેટરોએ જિલ્લા કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. દરમ્યાન ગુરુવારે શહેરના તમામ કેબલ કનેકશન બંધ કરાયાં હતાં, જેને પગલે ટીવી મૂંગા બની ગયા હતા.

સુરતમાં 6 લાખ કેબલટીવીના કનેક્શનો છે

આ મામલે સુરત કેબલ ઓપરેટર એસોસિયેશનના પ્રમુખ ગણેશ સાવંતે જણાવ્યું હતું કે ગઇકાલે મહારાષ્ટ્રમાં કેબલ ઓપરેટરોએ ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું હતું. જેને સુરત કેબલ ઓપરેટરોએ સમર્થન આપ્યું હતું. દરમ્યાન શુક્રવારે એસોસિયેશનની મીટિંગ મળી હતી. જેમાં સાંજે 7થી રાતે 10 વાગ્યા સુધી કેબલના કનેકશનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી હાલમાં ચેનલોનું પ્રસારણ બંધ કરાયું છે. સુરતમાં 6 લાખ કેબલટીવીના કનેક્શનો છે. જ્યારે 450 કેબલ ઓપરેટરો છે. તમામ ઓપેરટરોએ પોતાના કેબલના કનેકશનો કાપી નાંખ્યા છે. આવતીકાલે બપોરે ફરી એસોસિયેશનની મીટિંગ મળશે જેમાં આગળની રણનીતિ નક્કી કરાશે.

 •  મોતને ઉત્સવ બનાવ્યો/ દીકરાએ અંતિમયાત્રામાં ફટાકડા ફોડી ધામધૂમથી માતાને વિદાઈ આપી સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title