Loading alternative title

સુરત

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સોશિયલ મીડિયામાં સુરત પોલીસ કમિશનર લાઈવ થયા

alternative title
  28-12-2018   33

  • સુરતઃથર્ટી ફર્સ્ટની ઉજવણી લોકો ઉત્સાભેર કરી શકે તેના માટે સુરત પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. જાહેર રસ્તા પર દારૂ પીને છાકટા બનનારા લોકોને પોલીસ પાંજરે પૂરી દેશે. ઝડપભેર વાહનો ચલાવનાર અને મહિલાઓની છેડતી કરનાર સામે પણ પોલીસ કાયદાકીય પગલાં લેશે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે પોલીસ કમિશનરે પોલસીના સુરત સિટી પોલીસના ફેસબૂક પેજ પર લાઈવ થઈને માહિતી આપી હતી.

હોમગાર્ડસ, ટીઆરબી જવાનો સહિતનો પોલીસનો કાફલો બંદોબસ્ત માટે તૈનાત

  • 1.

    સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ કહ્યું હતું કે, નવા વર્ષના વધામણા માટે શહેરીજના ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે. ખાસ કરીને ડુમસ રોડ પર પરિવાર સાથે 31 ડિસેમ્બરની રાત્રે લોકો નિકળતા હોય છે.આવી ઉજવણીમાં અસમાજિક તત્વો શહેરીજનાને મુશ્કેલી પહોંચાડતા હોય છે.લોકોની સલામતી માટે સુરત પોલીસે કારગીલ ચોક પીપલોદ, હવેલી રૂંઢ જકાતનાકા, એસકેનગર ડુમસ અને ચોપાટી ડુમસ એમ કુલ 4 સહાયતા કેન્દ્ર ઉભા કર્યા છે. ઉપરાંત પોલીસ અધિકારીઓ, હોમગાર્ડસ, ટીઆરબી જવાનો સહિતનો  પોલીસનો કાફલો બંદોબસ્ત માટે તૈનાત કરાયો છે.  

  • મહિલાઓ વોટ્સએપ નંબર પર પણ પોલીસનો સંપ્રક કરી શકે છે
    2.

    કમિશનરે કહ્યું હતું કે, સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટની ઉજવણી વખતે 3 પ્રકારની ફરિયાદ મળતી હોય છે. દારૂ પીને જાહેર રસ્તા પર નિકળવાના, ઝડપથી વાહન ચલાવવાના અને મહિલાઓની છેડતીના બનાવો નોંધાતા હોય છે.પોલીસ તમામ અસમાજિક તત્વો સામે સખત પગલાં ભરશે. ઉજવણી વખતે મુશ્કેલી ઉભી થાય તો મહિલાઓ 100 નંબર, 1091 અથવા 9081991100 વોટસએપ નંબર પર પોલીસનો સંપર્ક કરી શકે છે.

  •  સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન નવા કોચ સાથે રવાના થઇ સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title