Loading alternative title

સુરત

પાસના અલ્પેશે શહેરની શાંતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યોઃ કમિશનર, ધરપકડ બાદ જામીન

alternative title
  28-12-2018   42

  • સુરતઃવરાછા વિસ્તારમાં પાર્કિંગ બાબતે ટ્રાફિક પીઆઈ અને પાસના નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પીઆઈ દ્વારા લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસનું કહેવું છે કે, અલ્પેશે ટ્રાફિક પોલીસને ફડાકો ઝીંકી દીધો હતો. જેના કારણે વરાછા પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ અને રાયોટીંગનો ગુનો નોંધી અલ્પેશ સહિત સાતની ધરપકડ કરી હતી. પોલીસે અલ્પેશની ધરપકડ કરતા પાસના કાર્યકરોમાં રોષમાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. અલ્પેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અને 15 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. દરમિયાન સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરની શાંતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. અલ્પેશ કથીરિયાએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો છે. પોલીસ કર્મીને ગાળ આપી ધમકી આપી હતી. જેલ કસ્ટડીમાં હોવા છતાં પોલીસને ગંદી ગાળો આપી હતી.

અલ્પેશે પોલીસ કર્મીને ગાળ આપી ધમકી આપીઃ પોલીસ કમિશનર

  • 1.

    સવારથી પાસના અલ્પેશ કથીરિયાના ટ્રાફિક પીઆઈ સાથે બોલાચાલીને લઈને ચાલતા મામલાને લઈને સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયાએ શહેરની શાંતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસ કર્મીને ગાળ આપી ધમકી આપી હતી. જેલ કસ્ટડીમાં હોવા છતાં પોલીસને ગંદી ગાળો આપી હતી. જે વ્યક્તિ આંદોલનનો ચહેરો હોય તેણે મવાલી અને ટપોરી જેવું વર્તન કર્યું છે. અલ્પેશ અને કાર્યકર્તા વિરુદ્ધ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. કોઈને કોઈ કારણ આગળ કરી અલ્પેશ પોલીસ સાથે ઘર્ષણ કરી પોતાની નેતાગીરી કરે છે. 3 દિવસથી એક પછી એક મુદ્દા ઊંચકવામાં આવી રહ્યા છે એની પાસે કોઈ મુદ્દા નથી. નીચલા સ્તરની રાજનીતિ થઈ રહી છે. હાલ તે જામીન પર છે. એની શરત એ છે કે, તે કાયદાનું ઉલ્લંઘન નહીં કરે પણ તેનો ભંગ થઈ રહ્યો છે. જેથી અમે જામીન રદ્દ થાય તે માટે પણ વિચાર કરીશું.

  • પાસ હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય કાયદાનું ઉલ્લંઘન કરશે તે ચલાવી લેવામા આવશે નહીં: પોલીસ કમિશનર
    2.

    કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ કાયદા નું ઉલ્લંઘન કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. પાસ હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય કાયદાનું ઉલ્લઘન કરશે તે ચલાવી લેવામા આવશે નહીં. શહેરની શાંતિ ને ડહોલવાનો પ્રયત્ન કરનાર ને કોઈ સાથ ન આપે. પોલીસને ઉત્તેજિત કરવાના પ્રયત્નો કરશે તો પોલીસ પોલીસનું કામ કરશે. હજી પણ પોલીસ સંયમથી કામ લીધું છે. અમે કોઈ પણ કિંમતે ઉશ્કેરાઈશું નહીં. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે.

  • પોલીસ મથકમાં પોલીસ હાય હાયના નારા લાગ્યા
    3.

    વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે અલ્પેશ કથીરિયાની બાઇક ક્રેનમાં ચડાવતા હોબાળો કર્યો હતો. અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
    - અલ્પેશને વરાછા પોલીસ લઈ જવામાં આવતા મોટી સંખ્યામાં પાસના કાર્યકરો દોડી આવ્યા હતા. અલ્પેશે ટ્રાફિક પોલીસ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના પગલે પોલીસે અલ્પેશ કથીરિયાની અટકાયત કરી હતી

  • તોડફોડ કરતા પાસના કાર્યકરોની અટકાયત
    4.

    પાસના નેતા અલ્પેશ કથીરિયાની અટકાયત કરવામાં આવી હોવાની જાણ થતા જ મોટી સંખ્યમાં કાર્યકરો વરાછા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. અને અલ્પેશ કથીરિયાને છોડવાની માંગ સાથે તોડફોડ કરવામાં આવી હતી. જેથી પોલીસે પાસના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. અને અલ્પેશ સહિત સાતની ધરપકડ કરી હતી.

  • પોલીસે અલ્પેશના આરોપને ફગાવ્યો અને પાસના કાર્યકરોને દૂર થવા ધરપકડની ચીમકી આપી

    5.પોલીસ સ્ટેશન ખાતે વિરોધ, અટકાયત બાદ તોડફોડને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો વરાછા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. અને અલ્પેશ સહિત પાસના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને અલ્પેશ દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. જોકે, ત્યારબાદ પણ પોલીસ સ્ટેશનથી પાસના કાર્યકરો દૂર ન થતા પોલીસ ધરપકડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

  • રાજદ્રોહ કેસમાં જામીન શરતનો ભંગ કરવા બદલ અલ્પેશના જામીન રદ થવાની સંભાવના

    6.અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજદ્રોહના ગુનામાં તાજેતરમાં જ સુરત મુખ્ય જિલ્લા સેશન્સ જજે પાસના અલ્પેશ કથીરિયાને શરતોને આધીન જામીન મુક્ત કરવા હુકમ કર્યો હતો. જેમાં કેટલીક જામીન શરતો લાગુ કરવામાં આવી હતી.જેમાં આરોપીએ આ પ્રકારના ગુનામાં નહીં સંડોવાય તથા સુલેહ શાંતિનો ભંગ કરવા પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવા સહિત શરતો લાગુ કરવામાં આવી હતી. પરંતુ આજે સરથાણા પોલીસ અલ્પેશ કથીરિયાએ ટ્રાફિક પીઆઇ સાથે કરેલી જીભાજોડી તથા મારામારીના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી સંભવતઃ આરોપી અલ્પેશ કથીરિયાએ સુરત સેશન્સ કોર્ટે લાદેલી જામીન શરતનો ભંગ કર્યો હોય જામીન રદ થવાની સંભાવના રહેલી છે.

  • વરાછા પોલીસે અલ્પેશ સહિત અન્ય આરોપીઓ સામે 3 ગુના નોંધ્યા

    7.ફરિયાદ 1:  ‘તમે હજુ મને ઓળખતા નથી’
    પીએસઆઈ કુવાડિયાએ અલ્પેશ અને પાંચ અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અલ્પેશે સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી  સરકારી વાહનને લાતો મારી હતી. પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. ટ્રાફિક પોલીસ ચોર છે. કેવી રીતે વરાછામાંથી ગાડીઓ ઉઠાવો છો તે હું જોઉં છું. આ વિસ્તારમાં અમારા લોકો છે, એક બુમ પાડીશ તો ભેગા થઈ જશે.તમને જીવતા રહેવા દઇશ નહીં. તમે હજુ મને ઓળખતા નથી. તમારામાં મને હાથ લગાવવાની  તાકત નથી.પોલીસ સાથે ધક્કામુક્કી કરવા લાગ્યો હતો. સ્ટાફને ગાળો આપી હતી.

     

  • 8.

    ફરિયાદ 2: પોલીસ કર્મીનેે ખુરશીમાંથી ઉઠાડી મુક્યો

    વરાછા પોલીસના પીએસઓ ભુપતસિંહ કાંતિલાલે અલ્પેશ સહિત નરેશ ડાહ્યા વિરાણી(નાના વારાછા), ધાર્મિક નનુભાઈ માલવિયા(નાના વરાછા), જય જીતુ આખજા(અમરોલી), જીગ્નેશ ત્રિકમ વઘાસિયા(વરાછા), સૌરભ બાબુ વિરાણી(રહે. ક્ષમા સોસાયટી, એ.કે.રોડ), કમલેશ પાનસુરિયા(રહે. સહજાનંદ વાટીકા,વેલંજા), સંજય ભાયાભાઈ માવાણી(વરાછા), ધર્મેશ હરેશ પટોળીયા(કાપોદ્રા), તુષાર કરશન ભંડેરી(પુણા ગામ), બ્રિજેશ જયંતી જોધાણી(પુણા ગામ) અને અન્ય 15 વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને હંગામો,ધમકી અને ગાળો આપવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના કુંડાઓ પણ તોડી નાખ્યા હતા. અલ્પેશે પીએસઓનો હાથ પકડી તેને ખુરશીમાંથી ઉઠાડી મુક્યો હતો. આ મારી ખુરશી છે. તમે બહાર નીકળો તેવી બુમો પાડી હતી. પોલીસે અલ્પેશ ઉપરાંત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. 

  • 9.ફરિયાદ 3: પોલીસને ગાળો ભાંડી
    પોલીસને ગાળો ભાંડવા બદલ અલ્પેશ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે ત્યાર બાદ અલ્પેશ વિરુદ્ધ પોલીસ લોક અપમાં પોલીસને ગાળો આપવા બાબતનો અલગથી એક ગુનો દાખલ કર્યો છે. આમ અલ્પેશ વિરુદ્ધ વરાછા પોલીસે ત્રણ ગુનો દાખલ કર્યા છે.

  •  થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સોશિયલ મીડિયામાં સુરત પોલીસ કમિશનર લાઈવ થયા સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title