Loading alternative title

સુરત

સુરતમાં દારૂ પીધેલા યુવકને પોલીસ દ્વારા ડંડા મારતા સીસીટીવી બહાર આવ્યા

alternative title
  28-12-2018   50

  • સુરતઃ18મી ડિસેમ્બરના રોજ રાત્રે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક દારૂ પીધેલા યુવકને પોલીસ ડંડા વડે માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવક અને તેના મિત્રોને પોલીસ સ્ટેશન લઈ જઈ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ખોટો ગુનો નોંધવામાં આવ્યો હોવાનો પોલીસ પર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

  •  

Next

ઘટના સમયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો

  • 1.

    - ડિંડોલી સાંઈ પોઇન્ડ હનુમાન મંદિર પાસેની ઘટના
    - પ્રવિણ પાટીલ નામના યુવક કારમાં દારૂના નશામાં જતા હતા
    - પોલીસે કાર રોકી પ્રવિણ દારૂના નશામાં હોવાનું જણાતા પૂછપરછ કરી

  • ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ખોટો ગુનો દાખલ કર્યોઃ પીડિત
    2.

    ડીંડોલીમાં આવેલી કૈલાશ નગર સોસાયટીમાં રહેતા પ્રવિણ પાટીલ (પીડિત)એ જણાવ્યું હતું કે, ચલથાણથી ઘરે આવતા ફોર્ચ્યુનર કારને ડિંડોલી સાઈ પોઇન્ટ હનુમાન મંદિર પાસે ઉભી રખાઈ હતી. ત્યારબાદ કારમાં બેસેલા ત્રણેય મિત્રોને નીચે ઉતારી મોઢું સુંઘતા દારૂની દુર્ગંઘ આવતા જાહેરમાં ડિંડોલી પોલીસના ડી-સ્ટાફના માણસોએ ગાળા ગાળી કરી હતી. અને મને 2 દંડા મારી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પ્રવીણ સહિત તમામ મિત્રો પર દારૂના નશામાં હોવાનો અને ગાડી ચલાવવાનો કેસ કરાયો હતો તેમજ ગાડી પણ જમા લેવાઈ હતી. 

  • પોલીસ કમિશનરને મળી ન્યાયની માંગણી કરશે
    3.

    વધુમાં જણાવ્યું હતું કે, બીજા દિવસે તમામ મિત્રો કોર્ટમાંથી જામીન પર છૂટી ગયા હતા અને ગાડી પણ કોર્ટમાંથી ઓર્ડર લઈ છોડાવી દીધી હતી. પરંતુ આખી ઘટના CCTVમાં કેદ હોવાનું જાણવા મળતા તેઓ ઘટના સ્થળે જઇ ગુરૂવારની સાંજે CCTV લઈ આવ્યા હતા. ત્યારબાદ ડિંડોલી પીઆઈ મકવાણાને મળ્યા હતા. જોકે, તેમણે કોઈ સહકાર ન આપતા આજે તેઓ સુરત પોલીસ કમિશનરને મળીને પોલીસ અત્યારચારના પુરાવા આપી ન્યાયની માગણી કરવાના હોવાનું જણાવ્યું છે.

  •  પાસના અલ્પેશે શહેરની શાંતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યોઃ કમિશનર, ધરપકડ બાદ જામીન સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title