Loading alternative title

સુરત

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનારા સામે ફોજદારી સુધીનાં કડક પગલાં: સુરત ક્લેકટર

alternative title
  08-01-2019   41

  • સુરતઃ પતંગની દોરીના કારણે પક્ષીઓ મોતના મુખમાં ન ધકેલાઈ જાય એ માટેનું વિશેષ આયોજન રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત હાથ ધરાયું છે. આ માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સોમવારે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર ડો. ધવલ પટેલે કહ્યું હતું કે ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનારા સામે ફોજદારી કેસ પણ દાખલ કરવામાં આવશે. તા. 10થી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે.ઉત્તરાયણ બાદ વીજતાર અને વૃક્ષો પર લટકતા દોરાના કારણે પણ સંખ્યાબંધ પક્ષીઓ ઘાયલ થાય છે. પરિણામે કલેક્ટરે પાલિકા, વન વિભાગ, ડીજીવીસીએલના અધિકારીઓને આવા તાર તાત્કાલિક અસરથી દૂર કરવા આદેશ કર્યો હતો.

  • વનવિભાગની ખાસ 6 ટીમો કાર્યરત

    1.આ બેઠકમાં નક્કી કરાયા મુજબ શહેર અને જિલ્લામાં 14 સ્વયંસેવી સંસ્થા, 9 પશુ આરોગ્ય કેન્દ્રો, 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 1,285 જેટલા સ્વયંસેવકો અને તબીબો ખડેપગે રહેશે. આ ઉપરાંત સારવાર કેન્દ્રની દેખરેખ માટે વનવિભાગની ખાસ 6 ટીમો કાર્યરત રહેશે.

  • 7227023123 હેલ્પલાઇન પર જાણ કરી શકાશે

    2.ઘાયલ પક્ષીને મોતના મુખમાં જતા અટકાવવા હેલ્પલાઇન નંબર જાહેર કરાયું છે. હેલ્પ લાઇન નંબર:1962 અથવા 7227023123 ઉપર જાણ કરી શકાશે. આપનો એક ફોન પક્ષીને મોતના મુખમાંથી બચાવી શકશે. તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવશે.

  •  ભાઠામાં ઝાડીમાંથી 9 વર્ષની બાળા ફાંસો ખાધેલી હાલતમાં મળી, હત્યાની આશંકા સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title