Loading alternative title

સુરત

સવર્ણોને 10 ટકા અનામતની કેન્દ્રને જાહેરાતને સુરત પાસે લોલીપોપ ગણાવ્યું

alternative title
  08-01-2019   38

  • સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા કેન્દ્ર સરકારે જાહેર કરેલી 10 ટકા સવર્ણોની અનાતમને લોલીપોપ ગણાવી છે. પાસે આક્ષેપ કરતાં કહ્યું કે લોકસભામાં અનામત અંગેનો ખરડો જશે જેને ભાજપના જ સાથી પક્ષો રદ કરવાની માંગ કરીને ધાંધલ કરશે. રામ મંદિર, કાળુ નાણું જેમ નથી આવ્યું તેમ અનામત મળે તેવું પણ લાગતું નથી. આ જાહેરાત તદન પાયાવિહોણી હોવાના આક્ષેપ પણ પાસ દ્વારા કરાયાં હતાં.
  • બંધારણીય રીતે ટકે તેવી અનામત જોઈએઃ અલ્પેશ

    1.પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ કેન્દ્ર સરકારની જાહેરાતને ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, સરકારને ખરેખર જો અનામત આપવી જ હોય તો તેમણે બંધારણીય રીતે આપવી જોઈએ. આ માત્ર જાહેરાત છે. મત મેળવી લીધા બાદ ફરીથી ભૂલી જવામાં આવશે તેમ લાગી રહ્યું છે.

  • આંદોલન સંકેલી લઈશુઃ ધાર્મિક માલવીયા

    2.પાસના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, સરકાર જે દિવસે ખરા અર્થમાં અનામત આપી દેશે તે દિવસે આંદોલન સંકેલી લઈશું. પરંતુ આ માત્ર લોકોને મુર્ખ બનાવવાની વાત છે. હજુ સુધી કોઈના ખાતામાં 15 લાખ આવ્યા નથી ત્યારે અનામત કેમ આવશે તે પણ પ્રશ્ન છે. 

  •  સુરતમાં 3ના ભોગ બાદ હવે સ્પોટ વિઝિટ થશે, સિંચાઇ પાસે 1 વર્ષથી પડી હતી તાપીપૂરાણની ફરિયાદ સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title