Loading alternative title

સુરત

પોલીસ પછી હવે પાલિકા સુરતમાં સીસીટીવી કેમેરા લગાવી વોચ રાખશે

alternative title
  08-01-2019   83

 • સુરતઃપોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકા પણ સુમન આઈ પ્રોજેક્ટ હેઠળ પાલિકાની વિવિધ મિલકતો પર સીસીટીવી કેમેરા મુકવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ સીસીટીવી કેમેરાથી પાલિકાના વિવિધ પ્રોજેક્ટનું સેન્ટ્રલાઈઝ મોનિટરીંગ કરવામાં આવશે.
 • રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવા માટેની વ્યવસ્થા
 • 1.સુરત મહાનગરપાલિકા ટેક્નોલોજીનો ઉપોયગ કરીને લોકોની સુવિધામાં વધારો કરવા સાથે પાલિકાના વિવિધ પ્રોજેકટ પર નજર રાખી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. બજેટમાં સુમન આઈ પ્રોજેકટ હેઠળ પાલિકાની વિવિધ મિલકતો પર 3000 જેટલા સીસીટીવી કેમેરા મુકવા માટે જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં 3000 જેટલા કેમેરા લગાડાશે તેના મારફતે પાલિકાના પાણી ને જ લાઈટ રસ્તા સફાઈ જેવી તમામ સુવિધા નેટવર્કની રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવા માટેની વ્યવસ્થા ઉભી કરાશે. સીસીટીવી કેમેરા આઈટીએમએસ(ઈન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) હેઠળ જોડવા માટે પણ આયોજન કરવામાં આવશે.

 • સેન્ટ્રલાઈઝ મોનિટરીંગ કરવામાં આવશે

  2.પાલિકાના ગાર્ડન, સ્કુલ સહિતના વિવિધ પ્રોજેક્ટ અને ન્યુસન્સ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. આ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરીને સેન્ટ્રલાઈઝ મોનિટરીંગ કરવામાં આવશે. પાલિકાની વિવિધ સેવાઓ અને સીસીટીવીનું સ્માર્ટ સીટી સેન્ટરનું ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે. ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક એન્ડ મોબીલીટી એડમિનીસ્ટ્રેટીવ સેન્ટર ખાતે સેન્ટ્રલાઈઝ મોનિટરીંગ કરવામાં આવશે. 

 •  સવર્ણોને 10 ટકા અનામતની કેન્દ્રને જાહેરાતને સુરત પાસે લોલીપોપ ગણાવ્યું સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

  Find Us On Facebook

  Advertisement

  Videos

  image title here

  Some title