Loading alternative title

અમદાવાદ

ભાજપે છબીલ પટેલને સસ્પેન્ડ કર્યા, જયંતી ભાનુશાળીની હત્યામાં નામ ખૂલતાં કાર્યવાહી

alternative title
  25-01-2019   18

  • અમદાવાદ: પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાજપે પક્ષમાંથી બરતફર કર્યા છે. ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં તેનું નામ ખૂલતા પક્ષે કાર્યવાહી કરી છે.

    ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સૂચના અનુસાર કચ્છ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને તાત્કાલિક અસરથી આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

  • બે આરોપીના રિમાન્ડ મજૂર

1.જયંતી ભાનુશાલી હત્યા મામલે બે આરોપીની પોલીસે અટકાયત કરી હતી આ મામલે બંને આરોપીના સાત દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા છે.ભચાઉ કોર્ટે 1 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • 50 લાખ ન આપતા વિવાદ થયો હતો

    2.જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે સંબંધો હતા જે પાછળથી બગડતાં તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદો દાખલ કરાઈ હતી. આ મુદ્દે કચ્છના એક ધાર્મિક ગુરુએ મધ્યસ્થી કરી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું જે પેટે મનીષાને ભુજમાં એક જમીન અપાઈ હતી જ્યાં તબેલો બનાવાયો છે. આ ઉપરાંત મનીષાને બેથી અઢી કરોડ આપવાનું નક્કી કરાયું હતું. જે પૈકી 75 ટકા રકમ ચૂકવાઈ ગઈ હતી અને 50 લાખ બાકી હતા. આ પૈસા આપવામાં ભાનુશાળી અને મનીષા વચ્ચે ફરી વિખવાદ થયો હતો કારણ બન્યો હોવાનું સ્થાનિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

  • મનીષાનો ભાઉ સાથે વર્ષો જૂનો સંબંધ

    3.જયંતી ભાનુશાળીની હત્યાકેસમાં અન્ય એક આરોપી સુરજીત ભાઉનું નામ આવે છે. આ સુરજીત ભાઉ મુંબઈ અને પુનાના અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવે છે. મનીષા અને સુરજીત વચ્ચે જૂના સંબંધો છે જેના પરિણામે મનીષા અવારનવાર મુંબઈની મુલાકાતે પણ જતી હતી. જયંતી ભાનુશાળી સાથેના સંબંધો વણસ્યા પછી સુરજીત ભાઉ અને છબીલ પટેલ સાથે મળીને હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી.

  •  વિશ્લેષણ/ જસદણ હજી પણ બાવળિયાનો જ ગઢઃ કોંગ્રેસનું સંગઠન ફરી એક વાર કાચું પડ્યું અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીથી લૂંટતી ગેંગ ઝડપી, બજાજ ફાયનાન્સના નામે લોકોને ખંખેરતા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title