Loading alternative title

અમદાવાદ

મેયરે કહ્યું કોંગ્રેસ અત્યાર સુધી જોકરથી કેમ ચલાવતતા, વિપક્ષે કહ્યું ભાજપ તો મદારી ચલાવે છે ને હોબાળો થયો

alternative title
  25-01-2019   22

  • અમદાવાદ: શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( AMC) ની સામાન્ય સભામાં કોંગ્રેસે નવી VS (એસવીપી) હોસ્પિટલના પાર્કિંગ પ્લોટ પર મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાના નિર્ણય સામે સવાલો કર્યા હતા. ત્યારે બોલાચાલી અને હોબાળો થતાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધીથી મહિલા સશક્તિકરણની વાત કરતા મેયરે કોમેન્ટ કરી હતી કે, અત્યાર સુધી જોકરથી કેમ ચલાવતા હતા? સામે વિપક્ષી નેતાએ કોઇનું નામ લીધા વગર તમને (ભાજપ) મદારી ચલાવે છે. જોકર અને મદારીના મુદ્દે હોબાળો થતા બોર્ડ બરખાસ્ત કરી દેવાયું હતું.

    તમને નવી હોસ્પિટલ શરૂઆતથી જ તમને પેટમાં દુ:ખે છે

1.મ્યુનિ.માં નેતા વિપક્ષ દિનેશ શર્માએ સામાન્ય સભાની શરૂઆતમાં એસવીપી હોસ્પિટલ માટે ફાળવેલા પાર્કિંગ પ્લોટ પર રિવરફ્રન્ટ કંપની દ્વારા મલ્ટિલેવલ પાર્કિંગ અને નીચે 17 દુકાનો બનાવવાનો નિર્ણય કરાયો છે તે જીડીસીઆરના નિયમ વિરુદ્ધ હોવાનું કહ્યું હતું. એસ.વી.પી. હોસ્પિટલનો મુદ્દો ઉઠાવતા જ મ્યુનિ.માં ભાજપના નેતા અમિતભાઇ શાહે કહ્યું હતું કે, તમને નવી હોસ્પિટલ શરૂઆતથી જ તમને પેટમાં દુ:ખે છે. તમને હોસ્પિટલના નામમાં સરદાર પટેલનું નામ નથી ગમતું તેમ કહી બોલ કોંગ્રેસની કોર્ટમાં ફેંક્યો હતો. સામે વિપક્ષ નેતા દિનેશ શર્માએ તમારી નીતિનું પેટમાં દુ:ખે છે કહી વળતો પ્રહાર કર્યો હતો. 
 

  • તમારે બધાને ખોટું કરવાનું અને અમારે ચર્ચા પણ નહીં કરવાની?

    2.દિનેશ શર્માએ આરોપ લગાવ્યો હતો કે, તમારે બધાને ખોટું કરવાનું અને અમારે ચર્ચા પણ નહીં કરવાની? આ મુદ્દે મેયર બીજલ પટેલે બાજી સંભાળતા કહ્યું કે, તમે બે મહિનાથી વીએસના મુદ્દે શહેરને ઘમરોળ્યું, હજુ જૂની વીએસ ચાલુ છે, તમે ખોટા પડ્યાં છો છતાં એજ હોસ્પિટલનું રટણ ચાલુ છે.

  • મેયરના વિરોધમાં કોંગ્રેસ રામધૂન કરશે

    3.વિપક્ષી નેતા દિનેશ શર્માએ કહ્યું, મેયર પ્રજાના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. તેમણે જે જોકર વાળી કોમેન્ટ કરી છે તેને લઇને મેયરને સદબુદ્ધિ આવે તે માટે સોમવારે સાંજે 4 વાગ્યે મ્યુનિ. કચેરીમાં રામધૂન બોલાવીશું.

  •  ભાજપે છબીલ પટેલને સસ્પેન્ડ કર્યા, જયંતી ભાનુશાળીની હત્યામાં નામ ખૂલતાં કાર્યવાહી અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીથી લૂંટતી ગેંગ ઝડપી, બજાજ ફાયનાન્સના નામે લોકોને ખંખેરતા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title