Loading alternative title

સુરત

સુરતમાં પ્રથમ વખત આવેલી NIAની ટીમે 6 કલાક સર્ચની કામગીરી કરી

alternative title
  25-01-2019   42

  • સુરતઃઆતંકવાદ સંદર્ભે વૈશ્વિક સ્તરે તપાસ કરતી એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પહેલી વખત સુરત આવી હતી. સુરતન અડાજણ પાટિયા વિસ્તારના એક એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં 6 કલાક સુધી તપાસ કર્યા બાદ કેટલાક દસ્તાવેજી પુરાવા એનઆઇએની ટીમે એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ ફ્લેટમાં રહેતા નદીમ પાનવાલા લાહોરની સંસ્થા ફલાહ-ઇ- ઇન્સાનીયત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હોવાના કારણે તેને ત્યાં સર્ચ કરી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અનાઇએની ટીમે સુરત અને વલસાડ ઉપરાંત દેશભરમાં કુલ8 સ્થળે દરોડા પાડી ઢગલાબંદ દસ્તાવેજી પુરાવા કબજે કર્યા હોવાનું એનઆઇએએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે.

    વાંધાજનક વસ્તુઓ કબ્જે કરાઈ

1.ત્રણ દિવસ પૂર્વે તા. 21-1-19ના રોજ એનઆઇએની ટીમે મોહંમદ હુશેન મોલાની ઉર્ફે બબલુ અબ્દુલ હમીદ મોલાની (ઉ.વ.43, રહે: ગુલઝારપુરા, સિકર રોડ, કુચમાનસિટી, જિ. નાગોર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછના અંતે સુરત અને વલસાડ ઉપરાંત સિકર, જયપુર, ઉત્તરપ્રદેશના ગોડા, દિલ્હી અને કેરલાના કાસારગોડ ખાતે સર્ચ હાથ ધરી મોબાઇલ, સીમકાર્ડ, હાર્ડ ડિસ્ક, લેપટોપ. રોકડ રકમ, સોના સહિતની વસ્તુઓ કબજે કરી હતી.

  • દેશભરમાં અત્યાર સુધીમાં શું શું કબજે કર્યું

    2.26 સીમકાર્ડ જેમાંથી 3 વિદેશના છે
    23 મોબાઇલ ફોન
    05 મેમરી કાર્ડ
    01 કોમ્પલેક્ટ ડિસ્ક 
    05 હાર્ડ ડિસ્ક
    01 પેન ડ્રાઇવ 
    01 ડીવીઆર
    01 સીપીયુ
    08 પાસપોર્ટ
    09 ડેબિટ કાર્ડ
    01 લેપટોપ 
    21 લાખ રૂપિયા રોકડા
    2 કિલો ગોલ્ડ જ્વેલરી વસ્તુ
    દુબઇ સાથે સંકળાયેલા અન્ય અનેક પુરાવા

  •  પોલીસ પછી હવે પાલિકા સુરતમાં સીસીટીવી કેમેરા લગાવી વોચ રાખશે સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title