Loading alternative title

સુરત

બારડોલી નજીક યાર્ન કંપનીમાં લાગેલી આગના કાટમાળમાંથી ત્રણ માનવ કંકાલ મળ્યા

alternative title
  25-01-2019   41

  • સુરતઃબગુમરા ગામે મળસકે યાર્ન બનાવતી કંપનીની મિલમાં લાગેલી આગ પર કલાક સુધી ફાયરની ટીમે લાખો લિટર પાણી અને હજારો લિટર ફોમનો છંટકાવ કરતાં આગ કાબૂમાં આવી હતી. જોકે, મિલ 95 ટકાથી વધુ આગમાં ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું છે. આગ લાગી તે સમયે મિલમાં આઠેક જેટલા કર્મચારી કામ કરતાં હતાં. આગ ઓલવાયા બાદ કાટમાળ હટાવતા ત્રણ માનવ કંકાલ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

  • બારડોલી, પલસાણા, સુરતના ફાયરની ટીમે લાખો લિટર પાણી અને હજારો લિટર ફોમનો છંટકાવ કરતાં આગ ઓલવાઈ

  • 1.પલસાણા તાલુકાના બગુમરા ગામે નહેરની બાજુમાં આવેલ ઈગલ અને જેપી ફાયબર પ્રા. લિ. કંપનીમાં ગુરુવારે મળસકે 4.00 વાગ્યે અચાનક આગ લાગતાં કંપનીમાં પેકેજિંગ વિભાગમાં કામ કરતાં આઠ જેટલા કર્મચારીઓ જીવ બચાવી ભાગ્યા હતાં. તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરતાં બારડોલી, પલસાણા અને સુરતની ફાયરની ટીમ સ્થળ પર આવી ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આગની જ્વાળા ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક કિમી દૂરથી પણ આગની જ્વાળા દેખાઈ હતી. ફાયરની 10 ગાડીઓથી પાણી લાખો લિટર અને ફોમ હજારો લિટરનો છંટકાવ કર્યો હતો. મળસકે 4.00 વાગ્યે લાગેલી આગ 12 કલાકે  કાબૂમાં આવી હતી. આગમાં કંપની 95 ટકાથી વધુ બળીને ખાક થઈ જતાં મોટું નુકસાન થયું હતું. 

  • માનવ કંકાલ મળવાની જાણ થતા પોલીસ દોડી આવી

    2.કંપનીના બંને યુનિટો મોટા પાયે નાશ થઈ ગયા હતા. કંપની આગળ પતરાનો બનેલ શેડ પણ જમીનદોસ્ત થઈ ગયો હતો. આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળ કંપનીમાં નાયલોન તેમજ પેટ્રોકેમિકલ દ્વારા યાર્ન બનાવતું હોવાથી જ્વલનશીલ વસ્તુઓના કારણે ગણતરીના સમયમાં આખી કંપની આગને હવાલે થઈ ગઈ હતી. રાત્રી સુધી કોઈ જાનહાની ન થઈ હોવાનું જણાયું હતું. જોકે, સવારે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન ત્રણ માનવ કંકાલ મલી આવ્યા હતા. જેથી આગમાં ત્રણના મોત થયા હોવાનું જણાયું હતું. માનવ કંકાલ મળવાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.

  • જ્વલનશીલ કેમિકલના બેરલ ધડાકાભેર કાટ્યાં

    3.વહેલી સવારે ઠંડો પવન ફૂંકવાથી ફાયર ફાઇટરોને આગ ઓલવવા માટે વધુ જહેમત ઉઠાવવી પડી હતી તેમજ કંપનીના બીજા માળ પર જ્વલનશીલ કેમિકલ્સના બેરલ હોવાથી સળગતી વખતે ધડાકાભેર ફાટ્યા હતા, જે સાંભળી લોકો ભયભીત થયા હતા.

  • આગ ઓલવવા નજીકની કંપનીઓએ પાણીની સુવિધા ઉપલબ્ધ કરી

    4.યાર્નની કંપનીમાં લાગેલી આગને ઓલવવા માટે ફાયરની ગાડીઓને પાણીની સુવિધા માટે જય અંબે મિલ, ગાર્ડન અને સાયબા મિલમાં સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.

  • ઓલવવાની કામગીરી

    5.બારડોલી ફાયરની 3 ગાડી, પલસાણા પીએપીએલની 3 ગાડી, સુરત મહાનગરપાલિકાની 3 ગાડી, કુલ 9 ગાડી, 38 સ્ટાફ, અંદાજિત 20 લાખ લિટર પાણી અને 1200 લિટર ફોમનો છંટકાવ કરવામાં આવ્યો.

  •  સુરતમાં પ્રથમ વખત આવેલી NIAની ટીમે 6 કલાક સર્ચની કામગીરી કરી સોનગઢમાં 1107 ફૂટ લાંબા ધ્વજ સાથે નીકળી રાજ્યની સૌથી મોટી તિરંગા યાત્રા 

    Find Us On Facebook

    Advertisement

    Videos

    image title here

    Some title